<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે રામકૃષ્ણ આશ્રમ ખાતે પરમહંસ રામકૃષ્ણ મહારાજની ભવ્ય આરતી યોજાઈ : પદાધિકારીઓ અને શ્રદ્ધાળુઓએ લીધો દર્શનનો લાભ

પૂજનીય નિખિલેશ્વરાનંદજી મહારાજ, જગદીશ મહારાજ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત ભાજપના અગ્રણીઓ અને કોર્પોરેટરોએ આરતીમાં હાજરી આપી ધન્યતા અનુભવી

રાજકોટ: ગુરુપૂર્ણિમાના પાવન અને પવિત્ર પર્વ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ મંદિર ખાતે પરમહંસ રામકૃષ્ણ મહારાજની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય અને ભક્તિમય પ્રસંગે પૂજનીય સંતો તથા રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને આરતીનો અલૌકિક લાભ પ્રાપ્ત કર્યો હતો.

 

આ ભક્તિમય કાર્યક્રમમાં પૂજનીય સંતશ્રીઓમાં નિખિલેશ્વરાનંદજી મહારાજ અને જગદીશ મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ શહેર ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશિકભાઈ ચાવડા, મંત્રી કિશનભાઇ પટેલ, કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, મંત્રી શ્રીમતી નિશાબેન રાણપરા, વોર્ડ પ્રમુખ વિશાલભાઈ માંડલિયા, મહામંત્રી દીપકભાઈ પારેખ, કોર્પોરેટર શ્રીમતી ખ્યાતિબેન ગોહેલ, કોર્પોરેટર શ્રીમતી વર્ષાબેન પંધી તથા પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય ઈશ્વરભાઈ જીત્યાએ હાજરી આપી હતી.

 

આ ઉપરાંત શહેરના અગ્રણીઓમાં પ્રવીણભાઈ ચાવડા, કિરીટભાઈ ગોહેલ, ચંદ્રેશભાઇ, રાજેન્દ્રસિંહ, જગાભાઈ ભરવાડ, નારણભાઈ ડાભી, નીતિનભાઈ જરીયા, ભાગ્યેશભાઈ શાહ, જીગ્નેશભાઈ, રોહિતભાઈ થાપા, રીમ્પલભાઈ મહેતા તેમજ શ્રીમતી વીણાબેન કારીયા અને શ્રીમતી ઉત્સવબેન મહેતા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો અને ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ભાવવિભોર બની ધન્યતા અનુભવી હતી.

(3:39 PM IST)