તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ૧૫ ઓગસ્ટના રોજ ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેલ અધીક્ષક શ્રી વી. પી. ગોહિલના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જેલ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદીવાન ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જેલ ખાતે પોતાની ફરજ પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક બજાવતા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જેલ અધીક્ષકશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને બંદીવાન ભાઈ-બહેનોને સંબોધિત કરીને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ દ્વારા મનોરંજક અને પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિના ગીતોનું ગાયન, દેશભક્તિના ગીતો પર નૃત્ય તેમજ લોકગીતોની પ્રસ્તુતિ સમાવિષ્ટ હતી. કાર્યક્રમના અંતે દેશને આઝાદી અપાવનાર અમર સ્વતંત્રતા સેનાનીઓનું સ્મરણ કરી સમગ્ર આયોજનની શાંતિપૂર્ણ પૂર્ણણાહુતિ કરવામાં આવી હતી.
(3:11 PM IST)










