તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
પૂ.ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્વામીની નિષ્ઠામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની શિરમોર ઐતિહાસિક આરાધના
અજરામર સંઘમાં તપની હેલીઃ ગુરૂવારે સમુહ પારણા

રાજકોટ, તા. ૧૪: ધર્મની સતત પ્રવૃતિને પાપની સતત નિવૃતિ એનું નામ પર્યુષણ. શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટના આંગણે ૩૦ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દાન, શીલ, તપની આરાધના થઇ રહી છે. જેમાં નાના-મોટા સૌ કોઇ તન-મન-ધનથી સહયોગ આપી રહયા છે.
આજે કલ્પસૂત્ર પોથી વહોરાવાનો લાભ શ્રીમતિ કલ્પનાબેન જિતેન્દ્રભાઇ શાહે માતુશ્રી લલીતાબેન હીરાલાલ શાહની સ્મૃતિમાં લીધો હતો. જેમાં પૂ. ડો. ચિંતન ચન્દ્રજી સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીની સાધનાની વિશેષતા બતાવીને આપણા જીવનમાં આવતા કર્મના સંજોગોમાં સમાધિ અને સમભાવ રાખવો જોઇએ.
જપ ઉપવાસના તપસ્વી કેતનભાઇ દેઢિયા, ૩૧ ઉપવાસી પૂ. શ્રી ઓમકારશ્રીજી મ.સા. ૩૦ ઉપવાસના તપસ્વી મિહિર પારેખ સાથે ૩પ સિધિતપ આરાધકો ર૧, ૧૮, ૯, ૮ સહિત આશરે ૮પ થી વધુ તપસ્વીઓના સામૂહિક પારણાં તા. ૧૬ સવારે ૯-૩૦ ના મહાવીર હોલ ખાતે રાખવામાં આવેલ છે. જેનો લાભ માતુશ્રી સરલાબેન શાંતિલાલ શાહ હ. મિતલબેન મહેશભાઇ શાહે લીધો છે.
આવતીકાલે તા. ૧પ ના પયુષણ મહાપર્વના આઠમો દિવસ સંવત્સરી પર્વનું ક્ષમાપના પ્રવચન બાદ વર્ષભરના પાપ-દોષની આલોચના પૂ. છોટે ગુરૂદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી કરાવશે. સવારે ૯ થી ૧ર-૩૦ સુધીના આ મહત્વના સત્રમાં સકલ સંઘ પરિવારને હાજર રહેવા પ્રમુખ મધુકાન્તભાઇ ખંધારે જણાવેલ છે.
પર્થના આઠે દિવસ લાઇવ પ્રસારણ પણ ચાલુ છે, આવતી કાલે પણ સૌ કોઇ ઘેર બેઠા આલોચના કરી શકશે તેવું ટ્રસ્ટી કમલેશભાઇ શાહે જણાવ્યું હતું.
આજે બપોરે ૩ વાગે તપસ્વીની સામૂહિક સાંજી રાખેલ છે. જેનો લાભ શ્રીમતી લબ્ધિબેન ધવલભાઇ સંઘવીના સિધ્ધિતપ નિમિતે સાસુ રેખાબેન હર્ષદભાઇ સંઘવી થાનવાળાએ લાભ લીધો છે.
(2:23 PM IST)










