News of Monday, 29th June 2026
રાજયમાં ૧૪ મુખ્ય શહેરોમાં ‘ભારત ટેક્સી'નો ભવ્ય શુભારંભ
સરકારના આ અભિગમને આવકાતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટઃ તા.૨૯, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘સહકાર સે સમળદ્ધિ''ના વિઝનને સાકાર કરતી સહકારી ધોરણે દેશની પ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી'નો ગુજરાતમાં સત્તાવાર પ્રારંભ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કળષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ફેબ્રુઆરી-૨૦૨૬માં શરૂ થયેલી ભારત ટેક્સી સાથે અત્યાર સુધીમાં દેશભરમાં અંદાજે ૭ લાખ સારથિઓ અને ૩૭ લાખથી વધુ ગ્રાહકો જોડાયા છે. ગુજરાતમાં જ ૧.૫ લાખથી વધુ સારથિઓ અને ૬ લાખથી વધુ ગ્રાહકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે.
તા.૨૭ જુનઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર સહિત ગુજરાતના ૧૪ મુખ્ય શહેરોમાં ભારત ટેક્સીની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી એક માસમાં સમગ્ર ગુજરાતમાં આ સેવા વિસ્તરશે.
રાજ્ય સરકાર ના આ જનહિતલક્ષી અભિગમને આવકારતાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ રાજકોટમાં શરૂ થયેલી ‘ભારત ટેક્સી' સેવાનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તેવી અપીલ કરી હતી.
(3:38 PM IST)










