News of Monday, 25th May 2026
રાંધણ ગેસના બાટલા માટે દાદા-પોત્ર વચ્ચે બબાલ?: માથામાં ઇજા થતાં દાદા અરજણભાઇ મિયાત્રાનું મોત
રામાપીર ચોકડી દેવજીવન હોટલ પાછળ બનાવઃ વૃધ્ધ એકલા જ રહેતાં હતાં: હત્યાની શંકાએ તપાસ : રેલનગરમાં રહેતો રિક્ષાચાલક પોત્ર મોહિત મિયાત્રા બાટલો લેવા આવ્યો ત્યારે દાદાએ બાટલો બીજાને આપી દીધાનું કહ્યું હતું: મોહિતના કહેવા મુજબ દાદા વાત કરતી વખતે એકાએક પડી જતાં માથામાં રેંકડી લાગી હતીઃ જો કે ઇજા શંકાસ્પદ જણાતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ યુનિવર્સિટી પોલીસે પોૈત્રની પુછતાછ હાથ ધરી : ાૃત્યુ પામનાર ૭૩ વર્ષના અરજણભાઇ મિયાત્રા એકલા રહેતાં હતાં: પોૈત્ર મોહિતે ઘટનાની જાણ ફુવાને કરીઃ હોસ્પિટલે પણ મોહિત સાથે આવ્યોઃ ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં તપાસ

રાજકોટ તા. ૨૫: શહેરના ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે દેવજીવન હોટલ પાસે એકલા રહેતાં ૭૩ વર્ષના વૃધ્ધ ઘરેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતાં ચકચાર જાગી છે. ગેસનો બાટલો લેવા માટે રેલનગરમાંથી તેમના ઘરે આવેલા પોૈત્ર સાથે બોલાચાલી થયા બાદ આ ઘટના બની હોવાની વિગતો સામે આવતાં પોલીસે ઘટનાને શંકાસ્પદ ગણી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી પોૈત્રની શંકાને આધારે પુછપરછ શરૂ કરી છે. પોૈત્રએ નોંધાવેલો ગેસનો બાટલો દાદાએ કોઇને આપી દીધો તેવું કહેવાતા માથાકુટ થયાની ચર્ચાને પગલે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ રામપીર ચોકડી દેવજીવન હોટલ પાછળ રહેતાં અરજણભાઇ દેવદાનભાઇ મિયાત્રા (ઉ.વ.૭૩)ને સવારે માથામાં તેમજ શરીરે ઇજા જેવી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. જ.ે લાઠીયા, જીતુભાઇ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. જો કે વૃધ્ધ અરજણભાઇના માથા, શરીરની ઇજાઓ જોતાં શંકાસ્પદ જણાતાં પીઆઇ સી. એન. દવે અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
મૃત્યુ પામનાર અરજણભાઇ મિયાત્રા છ ભાઇ, બે બહેનમાં વચેટ છે. તેમને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. જો કે દિકરા રમેશભાઇ મિયાત્રાનું વર્ષો પહેલા અવસાન થઇ ગયું હોઇ હાલ અરજણભાઇ ઘરમાં એકલા જ રહેતાં હતાં. તેમનો એક પોૈત્ર મેહુલ રમેશભાઇ મિયાત્રા પોતાના માતા, ભાઇ, પત્નિ સહિતની સાથે રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ પાસે રહે છે.
સવારે અરજણભાઇ મિયાત્રા ઘરે હતાં ત્યારે પડી જતાં માથાના ભાગે રેંકડી લાગી ગયાનું તેના પોૈત્ર મેહુલે જણાવ્યું હતું. મેહુલે જ બાદમાં પોતાના દાદાના જમાઇ એવા હરિભાઇને આ ઘટનાની જાણ કરતાં હરિભાઇ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બાદમાં સસરા અરજણભાઇને તેમણે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. ત્યારે પોૈત્ર મેહુલ પણ સાથે હતો. આ વખતે મેહુલે રટણ કર્યુ હતું કે મેં નોંધાવેલો ગેસનો બાટલો દાદા અરજણભાઇના ઘરે આવ્યો હોઇ આ બાટલો લેવા માટે સવારે હું રિક્ષા લઇને દાદાના ઘરે પહોંચ્યો હતો. દરવાજો ખખડાવતાં દાદાએ ડેલો ખોલ્યો હતો. મેં બાટલાનું પુછતાં તેમણે બાટલો બીજાને આપી દીધાની વાત કરી હતી. આ વાતચીત ચાલુ હતી ત્યારે દાદા એકાએક પડી ગયા હતાં. પાછળ રેંકડી હોઇ તેનો ખુણો તેમને લાગી ગયો હતો.
જો કે મોહિતની આ કેફીયત શંકાસ્પદ લાગતાં અને મૃતક અરજણભાઇની ઇજા પણ પોલીસને શંકાસ્પદ લાગતા તેમજ ઘટના સ્થળે તપાસ દરમિયાન પણ પોલીસને શંકા ઉપજે તેવી હરકતો થયાનું જણાવતાં હાલ મોહિતને પુછતાછ માટે બસાડી દીધો છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ આગળ કાર્યવાહી પોલીસ કરશે. ગેસના બાટલા બાબતે બોલાચાલી બાદ દાદા-પોૈત્ર વચ્ચે ઝપાઝપી થતાં કંઇ બની ગયાની શંકા પોલીસને છે. ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ એ. જે. લાઠીયા અને ટીમ વધુ તપાસ કરે છે.
(2:48 PM IST)










