<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

રાજકોટમાં લોકમેળાનો શાનદાર પ્રારંભ

સાંજથી જ લોકો ઉમટી પડશેઃ ગુરૂ- શુક્ર- શનિ- રવીમાં મેળો જમાવટ પકડશે : પ્રભારીમંત્રીના હસ્‍તે ઉદઘાટનઃ પાંચ દિવસ કાર્યક્રમોઃ જડબેસલાક સુરક્ષા...

રાજકોટ તા. ૨: રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી  જીતુભાઈ વાઘાણી રેસકોર્સ ખાતે આયોજીત ‘વિરાસતથી વિકાસ લોકમેળા-૨૦૨૬'નું ૨ સપ્‍ટેમ્‍બરે સાંજે ૪.૩૦ કલાકે વિધિવત ઉદઘાટન કરશે. આ સાથે પાંચ દિવસીય પરંપરાગત લોકમેળાની રંગત જામશે, આ સાથે આજથી દબદબાભેર પ્રારંભ થયો છે. ઉદઘાટન સમારોહમાં શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્‍થિત રહેશે.રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વભરમાં ઉત્‍કળષ્ટ પરફોર્મન્‍સ માટે જાણીતું ભારતીય નેવીબેન્‍ડ  પ્રથમ બે દિવસ  દેશભક્‍તિના સૂર રેલાવશે. તેમજ મેળામાં દરરોજ બપોરે ૩થી સાંજે ૮ વાગ્‍યા દરમિયાન વિવિધ કલાકારો (ગાયકો, લોકસાહિત્‍યકારો/ડાયરાના કલાકારો અને નળત્‍ય વળંદો) વિવિધ પ્રસ્‍તુતિઓ કરશે. આ સાથે મુલાકાતીઓને વિવિધ સ્‍ટોલ્‍સ મારફતે ગુજરાતની ભાતીગળ સંસ્‍કળતિને જાણવાનો અવસર મળશે તેમજ કલાકારો દ્વારા તૈયારી કરવામાં આવેલી વિવિધ વસ્‍તુઓ ખરીદવાની પણ તક મળશે.જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા આ ભવ્‍ય લોકમેળાનો આનંદ માણવા નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.(

(2:43 PM IST)