News of Monday, 2nd November 2026
‘‘સ્માર્ટ લોજીસ્ટીક સમીટ ૨૦૨૬''માં ગ્રેટર રાજકોટ ચેમ્બરની સપોર્ટીંગ સંસ્થા તરીકેની સંનીષ્ઠ કામગીરી

રાજકોટ તા. ૨ : ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સર્પોટીંગ સંસ્થા તરીકેની કામગીરી અંતગર્ત ઇમ્પીરીયલ પેલેસ હોટલમાં મેરીટાઇમ ગેઇટવે આયોજીત ‘‘સ્માર્ટ લોજીસ્ટીક સમીટ એન્ડ એવોર્ડ - રાજકોટ-મોરબી-૨૦૨૬''નું આયોજન કરાયુ હતુ.
સમીટ અંતર્ગત કસ્ટમ, શિપીંગ લાઇન, કલીયરીંગ ફોરવર્ડીગ એજન્ટ, ટ્રાન્સ્પોર્ટર, એક્ષ્પોર્ટર વગેરેની સાથે રહીને તેઓને લોજીસ્ટીકને લગતા કામગીરી કરવી ભવિષ્યમાં કેવી રીતે આગળ વધી શકાય તે માટેના મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક સેસન કરવામાં આવેલ. જેની મુખ્ય થીમ એન્જીનીયરીંગની વૈશ્વીક પહોંચ, સૌરાષ્ટ્રના ઉત્પાદન અર્થતંત્ર માટે સ્માર્ટ લોજીસ્ટીકસ હેઠળ રાજકોટ અને મોરબીના ઉદ્યોગોને ઉચ્ચ સ્તરે લઇ જવાની નેમ રહેલ હતી.
સેમીનારના આયોજકો દ્વારા ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી રાજીવભાઇ દોશીનું બહુમાન કરવામાં આવેલ. આ અન્વયે પ્રાસંગીક પ્રવચન આપતા રાજીવભાઇ દોશીએ જણાવેલ હતુ કે, કન્ટેનર પોર્ટ ઉપરથી રવાના થાય ત્યારથી ડિસ્ટીનેશન સુધી પહોંચે ત્યાં સુધીનો કન્ટેનરના સ્ટેટસનો અહેવાલ નિયમીત રીતે ફ્રેઇટ ફોરવર્ડર અને લોજીસ્ટીક ઓપરેટર્સ દ્વારા એક્ષ્પોર્ટસને વોટસએપથી અપડેટ મળતુ રહે તેવું આયોજન કરવું જોઇએ. કન્ટેનર મેન્યુફેકચરીંગની તાજેતરની નવી પોલીસીમાં કન્ટેનર ઉત્પાદકોને સબસીડી જાહેર કરવામાં આવેલ છે. કન્ટેનરની અવેલીબીલીટી અને ડિમાન્ડમાં હાલ ખુબ મોટો ગેપ છે જે ધ્યાને લેતા અને તેનો લાભ લઇ કન્ટેનરનું ઉત્પાદન રાજકોટના ઉદ્યોગપતિઓએ શરૂ કરવું જોઇએ.
સમીટમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ ચેરમેન કાંતીભાઇ જાવીયા, પ્રમુખ રાજીવભાઇ દોશી, ઉપપ્રમુખ ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, સહપ્રમુખ રમેશભાઇ પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઇ ખુંટ, માનદમંત્રી મયુરભાઇ શાહ, સહખજાનચી હેમલભાઇ કામદાર તથા ડિરેકટરો અક્ષત ગોયલ, અશોકભાઇ સુરેલીયા, પીયુષભાઇ દોશી, પ્રાગજીભાઇ પરસાણા, રાજેન્દ્રસિંહ જાડેજા તથા ભરતભાઇ કડીવારે હાજરી આપી શોભામાં અભિવળધ્ધી કરેલ.
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનદમંત્રી મયુરભાઇ શાહે આ સમીટમાં સ્પીકર તરીકે પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો. તેમ ગ્રેટર ચેમ્બરના નિયામક અશોકભાઇ સુરેલીયા અને ભરતભાઇ કડીવારની યાદીમાં જણાવાયુ છે.
(2:13 PM IST)










