તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Saturday, 1st August 2026
ગ્રીન રાજકોટ અભિયાન : ૪ ઓગષ્ટે તમામ વોર્ડ ઓફિસેથી રોપાનું નિઃશુલ્ક વિતરણ
મંગળવારે સવારે ૮ થી ૧ર વાગ્યા સુધી રોપા મળશે : વધુમાં વધુ વૃક્ષારોપણ માટે મેયર સહિતના પદાધિકારીઓની નાગરીકોને અપીલઃ મનપાની બાગ-બગીચા અને ઝુ સમીતીની પહેલ

રાજકોટ, તા., ૧ : શહેરને હરિયાળું બનાવવાની દિશામાં થઇ રહેલા પ્રયાસોને આગળ ધપાવતા રાજકોટ મહાનગર પાલિકાની બાગ બગીચા અને ઝૂ સમિતિ દ્વારા નાગરિકો વધુ ને વધુ વ્રુક્ષ વાવવા પ્રેરાય તેવા શુભ આશય સાથે આગામી તા. ૦૪ ઓગષ્ટને મંગળવારે શહેરના તમામ વોર્ડની વોર્ડ ઓફિસે ખાતે સવારે ૮.૦૦ થી ૧ર.૦૦ વાગ્યા સુધી નાગરિકોને જુદાજુદા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, તેમ મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન રક્ષિતભાઈ કલોલા અને સભ્યો સેજલબેન ચૌધરી, નીતાબેન લાલ, પૂનમબેન મોરવાડિયા અને પંકજભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ બનાવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની બાગ-બગીચા અને ઝૂ સમિતિ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વળક્ષારોપણને પ્રોત્સાહન મળે, નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગળતિ વધે તેમજ દરેક પરિવાર પોતાના ઘર આંગણા, શેરી, સોસાયટી અને આસપાસના વિસ્તારમાં વળક્ષોનું વાવેતર કરે તેવા ઉદ્દેશ સાથે તમામ વોર્ડમાં રોપા વિતરણના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રોપાનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી નાગરિકોને વિવિધ પ્રકારના ૧૨ જાતિના રોપાઓ જેવા કે, રાવણા, આંબળા, અર્જુન, તુલસી, જામફળ, આસોપાલવ, લીમડો, સીતાફાળ, કરેણ, કરંજ, દાડમ અને જાંબુનાં રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. શહેરના વધુમાં વધુ નાગરિકો આ અભિયાનમાં જોડાઈ પોતાના વિસ્તારને હરિયાળો બનાવવામાં સહભાગી બને તે માટે મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા શહેરના તમામ નાગરિકોને અનુરોધ કરે છે કે તેઓ તા. ૪ ઓગસ્ટ, ૨૦૨૬ (મંગળવાર)ના રોજ પોતાના નજીકની વોર્ડ ઓફિસ ખાતે સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન પહોંચી રોપાઓ મેળવી પોતાના ઘર આંગણું, સોસાયટી, શાળા, સંસ્થા તેમજ જાહેર સ્થળોએ તેનું વાવેતર કરી હરિયાળું રાજકોટ - સ્વચ્છ રાજકોટના સંકલ્પને સાકાર બનાવવામાં સહભાગી બને.
(3:30 PM IST)










