<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

આડાસંબંધની શંકામાં કરિયાણાના વેપારી અલ્‍તાફ લાલાણીએ પત્‍નિને હથોડીના ઘા ઝીંકી પતાવી દીધી

રાજકોટમાં વધુ એક હત્‍યાઃ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે શિવાલીક બિલ્‍ડીંગમાં લોહીયાળ ઘટના : ૪૦ વર્ષિય શિલ્‍પાબેન લાલાણી-ખોજાને રૈયાધારના જીતુ નામના શખ્‍સ સાથે પરિચય હતોઃ આ કારણે પખવાડીયાથી વિખવાદ ચાલતો હતોઃ આજે જીતુની પત્‍નિ ભાનુએ દૂકાને આવી અલ્‍તાફને ‘તારી પત્‍નિને સમજાવી લે હજી મેસેજ કરે છે' કહેતાં દુકાનેથી જ અલ્‍તાફ હથોડી લઇ ઘરે પહોંચ્‍યો અને હત્‍યા કરી ભાગી ગયો : જોઇન્‍ટ પોલીસ કમિશનર ચૈતન્‍ય માંડલીક હોસ્‍પિટલે પહોંચ્‍યાઃ આરોપીને પકડી લેવા સુચના આપી : હત્‍યા કરનાર અલ્‍તાફ પાંચ ભાઇ, એક બહેનમાં વચેટ છે : યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન પીઆઇ સી. એન. દવે, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. એલ. ડામોર, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમોએ ડીસીપી, એસીપીની રાહબરીમાં આરોપીને પકડવા દોડધામ શરૂ કરી

ક્રુર હત્‍યા: રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાછળ શીવાલીક એપાર્ટમેન્‍ટમાં જ્‍યાં હત્‍યાની ઘટના બની તે એપાર્ટમેન્‍ટ, બંધ દરવાજો, શિલ્‍પાબેન લાલાણીનો લોહીલુહાણ મૃતદેહ, તેમનો ફાઇલ ફોટ, પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે ઘટના નજરે જોનાર ભાણેજ નાયબબેન જીવાણી પાસેથી વિગતો મેળવતા પીઆઇ સી. એન. દવે અને નિલેષભાઇ વાવેચા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ આર. એચ. ઝાલા સહિતનો સ્‍ટાફ અને ઘટના સ્‍થળે ક્રાઇમ બ્રાંચની ટીમ જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)  પત્‍નિની હત્‍યા કરનાર વેપારી અલ્‍તાફ લાલાણી

રાજકોટતા. ૨૯: શહેરમાં હત્‍યાની વધુ એક ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. ૧૫૦ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાછળ આવેલા શીવાલીક બિલ્‍ડીંગમાં રહેતાં અને રૈયાધારમાં કરિયાણાની દૂકાન ચલાવતાં ખોજા વેપારીએ દૂકાનેથી હથોડી સાથે ઘરે આવી ૪૦ વર્ષિય પત્‍નિ પર તૂટી પડી આડેધડ માથામાં ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દેતાં અને હથોડી થેલામાં મુકી ભાગી જતાં પોલીસે તેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. પત્‍નિને રૈયાધારના એક શખ્‍સ સાથે પરિચય હોઇ આડાસંબંધની શંકામાં પખવાડીયાથી પતિ-પત્‍નિ વચ્‍ચે ચડભડ થતી હતી. દરમિયાન આજે સવારે રૈયાધારના શખ્‍સની પત્‍નિએ વેપારીની દૂકાને આવી-તારી પત્‍નિને સમજાવી લે, હજી  મારા ઘરવાળાને મેસેજ કરે છે એવા શબ્‍દો કહેતાં વેપારીએ રોષે ભરાઇ હથોડી લઇ ઘરે પહોંચી પોતાની સાથે રહેતી ભાણેજની નજર સામે જ હત્‍યા કરી નાંખી હતી.

બનાવની જાણવા મળેલી વિગતો મુજબ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે ચામુંડા પાન નજીક શિવાલીક એપાર્ટમેન્‍ટમાં ઉપરના માળે રહેતાં શિલ્‍પાબેન લાલાણી (ઉ.વ.૪૦) નામના મહિલા પર સવારે દસેક વાગ્‍યે તેના પતિ અલ્‍તાફ જાફરભાઇ લાલાણીએ હથોડીથી હુમલો કરી માથા પર આડેધડ ઘા ફટકારતાં તેણી લોહીલુહાણ થઇ બેભાન હાલતમાં ઢળી પડી હતી. આ પછી પતિ અલ્‍તાફ લાલાણી થેલામાં હથોડી મુકી ઘરેથી ભાગી ગયો હતો. ઘટના સમયે હાજર શિલ્‍પાબેનના ભાણેજ નાયબબેન જીવાણીએ માસા અલ્‍તાફભાઇના મોટા ભાઇ મન્‍સુરભાઇ લાલાણી તેમજ ભાભી સહિતના સગાને જાણ કરી હતી. મન્‍સુરભાઇ સહિતના લોકો તાકીદે ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં અને શિલ્‍પાબેનને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હત્‍યાની ઘટનાની જાણ કરતાં જ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ સી. એન. દવે, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. એલ. ડામોર, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, યુનિવર્સિટી પીએસઆઇ વી. જી. ડોડીયા, ડી. સ્‍ટાફ ટી, રાઇટરો સહિતનો કાફલો હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો. ક્રાઇમ બ્રાંચ, એલસીબી, યુનિવર્સિટી ડી. સ્‍ટાફની ટીમ પણ ઘટના સ્‍થળે અને અલગ અલગ સ્‍થળે આરોપીને શોધવા દોડી ગઇ હતી.

હત્‍યાની ઘટના નજરે જોનાર હત્‍યાનો ભોગ બનનાર શિલ્‍પાબેન લાલાણીની ભાણેજ નાયબબેન રહીમભાઇ જીવાણીએ જણાવ્‍યું હતું કે-મારા માતા અને પિતા આફ્રિકા રહે છે. મારા માસી, માતાના માવતર પોરબંદર રહે છે. હું ત્રણ વર્ષથી રાજકોટમાં માસી શિલ્‍પાબેન અને માસા અલ્‍તાફભાઇ લાલાણીના ઘરે રહી અભ્‍યાસ કરવાની સાથે સાથે ગોદરેજ સર્વિસ સ્‍ટેશનમાં જોબ પણ કરુ છું. મારા માસા અલ્‍તાફભાઇને રૈયાધારમાં કરિયાણાની દુકાન છે. તે નિત્‍યક્રમ મુજબ સવારે દુકાને જતાં રહ્યા હતાં.

બાદમાં સવારે દસેક વાગ્‍યે માસા અલ્‍તાફભાઇ દુકાનેથી અચાનક ઘરે આવ્‍યા હતાં અને હથોડી હાથમાં લઇ માસી શીલ્‍પાબેન પર હુમલો કરવા જતાં હું વચ્‍ચે પડતાં તેણે તું હટી જા નહિતર તને પણ મારી નાંખીશ તેમ કહી મને ધક્કો દઇ દીધો હતો અને માસી શીલ્‍પાબેન પર હથોડીથી આડેધડ પ્રહાર કરી ઘા ફટકારી દેતાં માસી લોહીલુહાણ થઇ ઢળી પડયા હતાં. આ દ્રશ્‍ય જોઇ મેં દેકારો મચાવતાં નીચે રહેતાં બીજા રહેવાસીઓ દોડી આવ્‍યા હતા. આ વખતે માસા હથોડી થેલામાં મુકી થેલો લઇ ભાગી ગયા હતાં. આ પહેલા માસા એવુ બોલતાં હતાં કે જીતુની ઘરવાળી ભાનુ આજે મારી દુકાને ફરીથી આવી હતી અને કહેતી હતી કે-તમારી ઘરવાળી (શીલ્‍પા)ને સમજાવી લો, હજી મારા પતિ જીતુને મેસેજ કરે છે. મારા માસીને રૈયાધારના જીતુ નામના શખ્‍સ સાથે પરિચય હોઇ કદાચ તે તેની સાથે વાતચીત કરતાં હશે. આ કારણે પખવાડીયાથી માસી-માસા વચ્‍ચે ચડભડ ચાલતી હતી. ત્‍યાં આજે જીતુની ઘરવાળીએ માસાની દુકાને જઇ મેસેજ બતાવતાં માસા ઉશ્‍કેરાઇ ગયા હતાં અને હથોડી લઇ ઘરે આવી મારા માસી પરી હુમલો કરી દીધો હતો. અમે તેને હોસ્‍પિટલે ખસેડયા હતાં. પરંતુ ડોક્‍ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.  મૃત્‍યુ પામનાર શિલ્‍પાબેનના માવતર પોરબંદર રહે છે. તેમના લગ્ન બાવીસ વર્ષ પહેલા ખોજા સમાજના રીતરીવાજ મુજબ મુળ ચોરવાડના અલ્‍તાફભાઇ જાફરભાઇ લાલાણી સાથ ેથયા હતાં. સંતાનમાં એક દિકરી ૨૧ વર્ષની અને એક દિકરો ૧૫ વર્ષનો છે. દિકરી અમદાવાદ રહી જોબ કરે છે અને દિકરો મુંબઇ હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરે  છે. હાલમાં દિકરો વેકેશન હોઇ પોરબંદર મામાના ઘરે આવ્‍યો છે. પત્‍નિની હત્‍યા કરનાર અલ્‍તાફભાઇ  લાલાણીને રૈયાધારમાં કરિયાણાની દુકાન છે. અહિ દુકાને પત્‍નિ શીલ્‍પાબેન આવતાં જતાં હોઇ રૈયાધાર વિસ્‍તારના જ કોઇ જીતુ સાથે પરિચય થયા બાદ આ વાતે શંકા ઉપજતાં અલ્‍તાફભાઇએ તેણીની હત્‍યા કર્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હત્‍યા કરી ભાગેલો વેપારી અલ્‍તાફભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં વચેટ છે. યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૨ ટીમે આરોપીને શોધી કાઢવા ચોરવાડ, પોરબંદર, જુનાગઢ, રાણાવાવ તરફ ટીમો દોડાવી છે.  હત્‍યાની આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે. ઘટનાની જાણ થતાં ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્‍ય માંડલીક પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્‍યા હતાં અને ઘટનાની વિગતો મેળવી તુરંત આરોપીને શોધી કાઢવા સુચના આપી હતી.  (૧૪.૧૨)

 શિલ્‍પાબેનના માવતર પોરબંદર રહે છેઃ તેની હત્‍યાથી દિકરી-દિકરો મા વિહોણા થઇ ગયા

ઞ્જહત્‍યાનો ભોગ બનેલા શિલ્‍પાબેન ખોજાના માવતર પોરબંદર રહે છે. તેણીના લગ્ન બાવીસ વર્ષ પહેલા થયા હતાં. તેની હત્‍યાથી ૨૧ વર્ષની દિકરી અને ૧૫ વર્ષનો દિકરો મા વિહોણા થઇ ગયા છે.

ત્રણ વર્ષથી માસા-માસી સાથે રહેતી ભાણેજે હત્‍યા નજરે નિહાળી

ઞ્જહત્‍યાનો ભોગ બનનાર શીલ્‍પાબેનની સાથે તેની ભાણેજ નાયબબેન જીવાણી ત્રણ વર્ષથી રહી અભ્‍યાસ કરવાની સાથે નોકરી પણ કરે છે. માસા અલ્‍તાભાઇએ માસી પર હથોડીથી હુમલો કર્યો ત્‍યારે નાયબબેન પણ ઘરમાં હતી. તેણે માસાને અટકાવવાનો પ્રયાસ કરતાં તેણીને તું હટી જા નહિતર તને પણ મારીશ કહી દુર હડસેલી દીધી હતી અને પત્‍નિ પર હથોડીથી પ્રહાર કરી દીધો હતો.

 

 

જેની નજર સામે માસી શિલ્‍પાબેનની હત્‍યા થઇ તે ભાણેજ નાયબબેન જીવાણી તથા આરોપી અલ્‍તાફ લાલાણીના મોટા ભાઇ મન્‍સુરભાઇ વિગતો જણાવતાં જોઇ શકાય છે

(3:01 PM IST)