તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 22nd June 2026
મચ્છી ચોકમાં કરિયાણીની દુકાનવાળા શીતલબેન પર ચીનાનો છરીથી હુમલો
સામા પક્ષે નવ વર્ષના બાળકને પણ ઢીકાપાટુનો માર પડતાં ઇજાઃ પાણીની બોટલના વીસ રૂપિયા મામલે ડખ્ખો

રાજકોટ તા. ૨૨: કુબલીયાપરા શેરી નં. ૫માં રહેતાં અને ઘર પાસે જ કરિયાણાની દુકાન ધરાવતાં શીતલબેન રામજીભાઇ પરમાર (ઉ.વ.૩૦) ઘર પાસે મચ્છી ચોકમાં પોતાની કરયાણાની દુકાને હતાં ત્યારે આ વિસ્તારના જ ચીના દેવીપૂજકએ આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડી ઢીકાપાટુ પણ મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. શીતલબેને કહ્યું હતું કે મારી દુકાને ચીનાના સગાનો દિકરો પાણીની બોટલ લેવા આવ્યો હતો. તેણે વીસ રૂપિયા આપ્યા ન હોઇ છતાં તે પૈસા આપી દીધાનું કહેતો હોઇ તેના વડીલને બોલાવી લાવવાનું કહેતાં ચીના સહિતે આવી ગાળો દઇ હુમલો કર્યો હતો. તેમજ ગલ્લામાંથી પૈસા લઇ ગયો હતો. સામા પક્ષે નવ વર્ષના બાળકને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકને દુકાનવાળા શીતલબેન સહિતે મારકુટ કરી લીધાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:22 PM IST)










