<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી કાલથી બે દિવસ રાજકોટમાં: તાલુકાના એક ગામમાં રાત્રી રોકાણ

સૌરાષ્‍ટ્ર યુનિ. ખાતે પદવીદાન સમારોહ, યુવક મહોત્‍સવમાં ખાસ ઉપસ્‍થિત રહેશે બેડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખાસ સેમીનારઃ વહિવટીતંત્રનો કાફલો એલર્ટ


 

રાજકોટ, તા.૭: રાજયના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત કાલથી બે દિવસ રાજકોટની સત્તાવાર મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ યુવા ઉત્‍સાહને પ્રોત્‍સાહન આપવા સાથેસાથે રાજ્‍યમાં પ્રાકળતિક ખેતીના વ્‍યાપને વેગ આપવા માટે વિવિધ મહત્‍વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે.

મુલાકાતના પ્રથમ દિવસે એટલે કાલે રાજ્‍યપાલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાનારમાં પદવીદાન સમારોહ અને યુવક મહોત્‍સવમાં વિશેષ ઉપસ્‍થિત રહેશે. યુવાનોની કલા, સંસ્‍કળતિ અને પ્રતિભાને ઉજાગર કરતા આ મહોત્‍સવમાં તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરશે. રાજ્‍યપાલના અભિયાન સમાન પ્રાકળતિક ખેતીના પ્રચાર-પ્રસાર અર્થે બેડી ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેમિનારમાં તેઓ ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને ઝેરમુક્‍ત અને પ્રાકળતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડશે. રાજકોટ રોકાણ દરમિયાન રાજ્‍યપાલ જિલ્લાના રાજકોટ તાલુકાના બે ગામોની પણ મુલાકાત લેશે. આ મુલાકાતનો હેતુ ગ્રામીણ સ્‍તરે વિકાસ કાર્યો, રાત્રી રોકાણ કોઈપણ એક ગામમાં કરશે. ખેડૂતોના ઘરે ભોજન લેશે, અનેક કાર્યક્રમો યોજાયા છે. સરકારી યોજનાકીય અમલીકરણ તેમજ પ્રાકળતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતોના ખેતરોની રૂબરૂ મુલાકાત લેવાના છે.રાજ્‍યપાલના આ પ્રવાસને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

(2:41 PM IST)