તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 25th July 2026
સીએ જતીન જાજલ સામે થયેલ ફરિયાદ રદ કરતી ગુજરાત હાઈકોર્ટ
રાજકોટઃ શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીનભાઈ જાજલ પર તારીખ ૧૩.૦૩.૨૦૨૬ ના રોજ એક વેપારી દ્વારા પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ.

ત્યારબાદ પોલીસ તેમજ ન્યાયતંત્ર દ્વારા વિસ્તળત તપાસ કરવામાં આવેલ અને તેમાં જણાવામાં આવેલ કે કથિત વ્યવહારો સાલ ૨૦૨૧ ના છે અને જે સંદર્ભે અગાઉ પણ પોલીસ દ્વારા ૨૦૨૧ માં તપાસ થયેલ અને તેમાં પણ અરજદારોએ જણાવેલ આક્ષેપો ફલિત થતા ન હોય તેમજ કોઈપણ પ્રકારની છેતરપિંડી કે વિશ્વાસઘાત થયેલ હોય તેવું જણાતું ન હોય તે અરજી રદ કરેલ હતી. રોકાણકારોએ સીએ . જતીન જાજલના રેફરન્સથી ફરિયાદીના સગાની કંપનીમાં ૨૦૧૭ માં પૈસાનું રોકાણ કરેલ અને તેમાંથી અમુક રકમ પરત ન આપેલ તેનો દીવાની દાવો વર્ષ ૨૦૨૩ માં રોકાણકારોએ કરેલ હતો. જેના કેસ નંબર ૧૦૩૦/૨૦૨૩ અને ૧૦૩૧/૨૦૨૩ રાજકોટની સિવિલ કોર્ટમાં દાખલ છે.
વર્ષ ૨૦૨૬ માં ફરીથી પ્રનગર પોલીસ સ્ટેશન દ્વારા પાંચ વર્ષ જૂની ઘટના પર ફરિયાદ નોંધવામાં આવી તેનાથી તકલીફ વેઠીને જતીનભાઈ દ્વારા હાઇકોર્ટમાં આ ફરિયાદ રદ કરવા માટેની અરજી કરવામાં આવેલ. નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૧૩.૦૭.૨૦૨૬. ના રોજ રોજ એટલે કે ફરિયાદના ૧૨૧ દિવસમાં આ ફરિયાદને સંપૂર્ણપણે રદ કરીને જતીનભાઈને ન્યાય મળેલ.
ગુજરાત હાઇકોર્ટમાં જતીનભાઈ વતી એડવોકેટ શ્રી તુષારભાઈ ગોકાણી અને શ્રી ધ્રુવભાઈ ટોળિયાએ ધારદાર રજૂઆત કરેલ. ફરિયાદી દ્વારા પણ સ્વીકારવામાં આવેલ કે આ પરસ્પરના બધા જ વ્યવહારો ધંધાકીય હતા અને તે જે તે પાર્ટી સાથે કરેલા હતા અને તેમાં સીએ જતીનભાઈ જાજલની ભૂમિકા ફક્ત સલાહકાર તરીકે હતી. અને તેમનું કાર્યક્ષેત્ર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા પૂરતું સિમિત હતું. ઉપરાંત હાર્દિક ઇન્ડસ્ટ્રીઝવાળા નિલેશભાઈ પ્રકાશચંદ્ર ધાંધા સાથે ના ફરિયાદીના ધંધાકીય વ્યવહાર પણ પૂર્ણ થઈ ગયેલ છે. અને એ અંગે હવે કોઈપણ તકરાર રહેતી નથી. આ બધા જ પેપરનું અવલોકન કરીને નામદાર હાઇકોર્ટ દ્વારા સીએ જતીન જાજલ પર થયેલ ફરિયાદને સંપૂર્ણ પણે રદ કરવાનો હુકમ કરેલ. અને તેમ પણ જણાવેલ કે આને લગતી તમામ બાબતો તેમજ વ્યવહારનો પણ કાયદાકીય કાયમી અંત આવેલ છે.
રોકાણકારો દ્વારા ફરિયાદીના સગા સંબંધીઓ વિરુદ્ધ ૨૦૨૩ માં રાજકોટની કોર્ટમાં કેસ કરેલ છે તે પણ તેઓએ પરત ખેંચવાની ખાતરી આપેલ છે.
ઉલ્લેખનિય છે કે સીએ જતીનભાઈ જાજલ વર્ષ ૨૦૦૫ થી સીએ ની પ્રેક્ટિસ કરે છે. અને એમને બે દાયકાનો બહોળો અનુભવ છે અને તેઓ પ્રોજેક્ટ ફાઈનાન્સ, ઇન્ડસ્ટ્રીયલ સબસીડીના નિષ્ણાંત છે. તેઓ રાજકોટ બ્રાન્ચ ઓફ WIRC ઓફ The ICAIના પ્રમુખ રહી ચૂકેલ છે. તેઓને હોંગકોંગ એશિયન ફાઈનાન્સિયલ ફોરમ તેમજ અમેરિકા ખાતે સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આમંત્રણ મળેલું અને તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે. તેઓ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સીએ ભણાવવા તેમજ આર્થિક મદદરૂપ થવા જાજલ ફાઉન્ડેશન ટ્રસ્ટ પણ ચલાવતા હોવાનું જણાવ્યું છે. જતીનભાઈની ટીમમાં દિપેશ કટારીયા (ભાગીદાર અને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ ફંડિંગ નિષ્ણાતી, હક, પૂર્વી જાજલ (કોર્પોરેટ કમ્પ્લાયન્સ નિષ્ણાતી, સંજય લખમાણી, કળપાલ ચૌહાણ, અને કરણ ઝાલા (ટેક્સેશન, જીએસટી અને એકાઉન્ટિંગ નિષ્ણાત) જોડાયેલા હોવાનું અંતમાં જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:35 PM IST)










