તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
આર્મીના ફોજી સામેની ઘરેલુ હિંસાની ફરિયાદમાં સ્ટેનો હુકમ ફરમાવતી ગુજરાત હાઇકોર્ટ

રાજકોટ, તા. ર૮: ભારતીય આર્મીનાં ફોજી સામેની ઘરેલું હિંસાની ફરીયાદ સ્ટે કરવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટે ફરમાવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, આ કામનાં અરજદાર ભારતીય આર્મીમાં ફોજી તરીકે નોકરી કરે છે અને તેના લગ્ન સેજલબેન પરમાર સાથે થયેલા અને આ લગ્ન જીવનથી એક સંતાન થયેલ છે અને ત્યારબાદ અરજદાર ભારતીય ફોજમાં સિપાઈ તરીકે નોકરી કરતાં હોય, આખું વર્ષ તેને નોકરીનાં સ્થળે જુદા-જુદા રાજ્યમાં રહેતા હોય, તેમની ગેરહાજરીમાં તેમનાં પત્નિને લગ્નતેર સબંધો/મિત્રતા એક પુરૂષ સાથે થયેલ અને તેથી પત્નિનાં કહેવાથી ફોજીએ ઘરમેળે છુટાછેડા પણ આપી દીધેલ.
પરંતુ ત્યારબાદ સેજલ પરમારનાં પ્રેમીએ તેમને સ્વીકારવાનો તથા તેમને સ્વીકારવાનો ઈન્કાર કરતાં આ સેજલ પરમાર અરજદારનાં માતા અને ભાઈ-ભાભી સાથે રહેતા હોવા છતાં એટલે કે એકજ મકાનમાં લગ્નબાદથી સતત સાસરીમાં રહેતા હોવા છતાં સેજલબેન પરમારએ તેમના પતિ અને સાસરીયા દેર સામે ઘરેલું હિંસાની ફરીયાદ કરેલ અને તેથી આ ફરીયાદ રદ્ કરવા સેજલબેન નાં પતિ વિરલભાઈ રાઠોડ દ્વારા ફરીયાદ રદ્ કરવાની પીટીશન દાખલ કરેલ અને સદરહું કામે નામદાર ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષકારોને સાંભળ્યા પછી ઘરેલું હિંસાની ફરીયાદની કાર્યવાહી સ્ટે કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામે ભારતીય આર્મીનાં ફોજી વિરલભાઈ રાઠોડ અને તેના પરિવારનાં સભ્યો તરફે વકીલશ્રી તરીકે કેતન એન. સિંધવા, પંકજ આર, દોંગા, યોગેશભાઈ રતનપરા, નિશાબેન લાડવા, હેતલબેન પટેલ તથા સહાયક તરીકે સાક્ષીબેન મંડીર તથા ભકિતબેન ચાવડા રોકાયેલ હતા.
(3:07 PM IST)










