<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ગુજરાત પ્રાથમીક શિક્ષણ, સ્‍ટાફ સીલેકશન, SBI તથા BOBમાં ર૮૩૭ર જગ્‍યાઓ ઉપર ભરતી

દોડી લ્‍યો...નોકરી મેળવવાની સોનેરી તકઃ ખજાનો આવ્‍યો ટીઇટી પાસ ઉમેદવારો માટે વિદ્યાસહાયક, સ્‍પેશ્‍યલ એજયુકેટર અને મુખ્‍ય શિક્ષક તરીકે પસંદ થવાની તકઃ https://dpegujatat.in ઉપર ઉપર ૧૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરો -SSC-ભારત સરકારની કમ્‍બાઇન્‍ડ ગ્રેજયુએટ લેવલ પરીક્ષા માટે https://ssc.gov.in ઉપર રર જુન સુધી ઓનલાઇન અરજી પ્રક્રિયા ચાલુ રહેશે -એસબીઆઇ અને બીઓબીમાં એપ્રેન્‍ટીસશીપ માટે ૮ જુન સુધીમાં અનુક્રમે https://www.sbi.co.in/ careers તથા bankofbaroda.bank.in ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છે

રાજકોટ, તા.૪: જ્ઞાન, માહિતી, ટેકનોલોજી અને ઉચ્‍ચ શિક્ષણના આજના ફાસ્‍ટ ફોરવર્ડ યુગમાં સત્તા સાથે સેવા કરવાનો અને સન્‍માન મેળવવાનો મોકો આપતી સરકારી નોકરી મેળવવા માટે આજનું યુવાધન સતત આતુર હોય છે.  હાલમાં ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ભારત સરકારના સ્‍ટાફ સિલેકશન કમિશન તથા સ્‍ટેટ બેન્‍ક ઓફ  ઇન્‍ડિયા અને બેન્‍ક ઓફ બરોડા દ્વારા વિવિધ કેડરમાં કુલ ૨૮૩૭૨ જગ્‍યાઓ ઉપર ભરતી ચાલી રહી છે.

* ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ગુજરાતી સિવાયના અન્‍ય માધ્‍યમ ધોરણ ૧થી૫ માટે વિદ્યાસહાયક  વર્ગ-૩ની ૯૮૭ જગ્‍યાઓ, ગુજરાતી માધ્‍યમ માટે ધોરણ ૧ થી૫ માટે સ્‍પેશ્‍યલ એજયુકેટર વર્ગ-૩ની ૧૮૪૧ જગ્‍યાઓ, ધોરણ ૬ થી ૮ માટે સ્‍પેશ્‍યલ એજયુકેટર વર્ગ-૩ની ૧૦૬૭ જગ્‍યાઓ તથા ગુજરાતી માધ્‍યમ માટે મુખ્‍ય શિક્ષક વર્ગ-૩ (ફકત દિવ્‍યાંગજનો માટે)ની ૭૧ જગ્‍યાઓ માટે ભરતી કરવામાં  આવી રહી છે. જેમાં વેબસાઇટ https; //dpegujarat. inઉપર તા.૧૦/૬/૨૦૨૬ના રોજ બપોરે ૩ વાગ્‍યા સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે. સ્‍વીકારી કેન્‍દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૦/૦૬/૨૦૨૬ના રોજ સાંજે ૫ વાગ્‍યા સુધીની (જાહેર રજાના દિવસ સિવાય) રાખવામાં આવી છે. ટેટ (TET)રોજ પાસ ઉમેદવારો માટે ઉજળી તક આવીને ઉભી છે.

સંબંધતિ જાહેરાત અન્‍વયે ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની તથા સામાન્‍ય સૂચનાઓ, ભરતી સંદર્ભે જરૂરી તમામ કરાવો/ પરિપત્રો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્‍વિકાર, કેન્‍દ્રોની યાદી સહિતની વિગતો ઉપરોકત વેબસાઇટ ઉપર ઉપલબ્‍ધ છે જેનો કાળજીપૂર્વક  અભ્‍યાસ કરવો હિતાવહ છે. જીલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં આ ભરતી અંતર્ગત કુલ ૩૯૬૬ જગ્‍યાઓ ઉપલબ્‍ધ છે. સંજોગોવસાત જગ્‍યાઓ સહિત ભરતી સંદર્ભે ફેરફાર થઇ શકે છે.

* સ્‍ટાફ સિલેકશન કમિશન (SSC) ભારત સરકાર દ્વારા કમ્‍બાઇન્‍ડ ગ્રેજયુએટ લેવલ-૨૦૨૬ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના થકી કેન્‍દ્ર સરકારમાં ઓફીસર બનવાની તક મળી શકે છે. કુલ ૧૨૨૫૬ જગ્‍યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વેબસાઇટ  https://ssc.  gov.in ઉપર જઇને ૨૨-૦૬-૨૦૨૬ના રોજ રાત્રે ૧૧ વાગ્‍યા સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે. અરજી કરેકશન માટેની તારીખ ૨૯-૦૬-૨૦૨૬થી ૧-૭-૨૦૨૬ રાખવામાં આવી છે.  કોઇપણ માન્‍ય યુનિવર્સિટીમાંથી ગ્રેજીયુએટ (સ્‍નાતક) થયેલ ૧૮ થી ૩૨વર્ષના ઉમેદવારો અરજીપાત્ર છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમર્યાદા છૂટછાટ મળવાપાત્ર રહેશે. ઉમેદવારોની ઓનલાઇન  પરીક્ષા લેવામાં આવશે તથા વિવિધ પોસ્‍ટ-કેડર મુજબ લેવલ  ૫થી૭ સુધીનો પગાર પસંદ થયેલ ઉમેદવારોને મળવાપાત્ર થશે. ભરતી સંદર્ભેની સંપૂર્ણ માહિતી - અપડેટસ સ્‍ટાફ સિલેકશન કમિશન(SSC) ની સત્તાવાર વેબસાઇટ ssc.gin.in  ઉપરથી  મેળવી લેવી હિતાવહ છે.

* ભારતની અગ્રણી બેન્‍કો સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા અને બેન્‍ક ઓફ બરોડા દ્વારા ગ્રેજયુએટ-સ્‍નાતક ઉમેદવારો માટે એપ્રેન્‍ટીસ સહિત કુલ ૧ર૧પ૦ જગ્‍યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં બંને બેન્‍કોમાં  ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૮-૬-ર૦ર૬ છે.

સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા (SBI)માં સમગ્ર ભારતમાં કુલ ૭૧પ૦ જગ્‍યાઓ ભરવામાં આવશે જેમાં ગુજરાતના વિવિધ જીલ્‍લાઓમાં કુલ ર૧૭ જેટલી જગ્‍યાઓનો સમાવેશ થાય છે. ર૦ થી ર૮ વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ  છૂટછાટ મળવાપાત્ર હોઇ શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે તથા ભરતી વિશેની તમામ માહિતી https://www.sbi.co.in.careers તથા https:/apprenticeship india.gov.in વેબ સાઇટ ઉપર જોઇ શકાય છે.

 સાથે સાથે બેન્‍ક ઓફ બરોડા (BOB) માં સમગ્ર ભારતમાં વિવિધ જગ્‍યાઓ પ૦૦૦ (પાંચ હજાર) ઉમેદવારોની ભરતી એક વર્ષ માટે એપ્રેન્‍ટીસ તરીકે થઇ રહી છે, જેમાં ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં ૯૬૦ જેટલી  જગ્‍યાઓ ભરવામાં આવનાર છે. અરજી કરવા માટે તથા ભરતી જાહેરાત વિશેની તમામ માહિતી bankofbaroda. bank.in  વેબસાઇટ  ઉપર જોઇ શકાય છે. ગ્રેજયુએટ ઉમેદવારોની ઉૅમર ર૦ થી ર૮ વર્ષ હોવી જરૂરી છે. અને ઉંમરનું કટઓફ ૧-પ-ર૦ર૬ તારીખ ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર હોઇ શકે છે. ઉમેદવારોએ ગ્રેજયુએશન તાજેતરમાં જ પાસ કરેલ હોવું જોઇએ. તેઓની ડીગ્રી ૪ વર્ષથી વધુ જૂની ન હોવી જોઇએ. અરજી કરનાર ઉમેદવારોએ NAPS  અથવા NATS પોર્ટલ  ઉપર રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી છે.

* ઉજજવળ ભવિષ્‍ય અને ઝગમગતી કારકિર્દી આપતી સેંકડો નોકરીઓ હાલમાં ઉપલબ્‍ધ છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્‍વપ્રયત્‍ન, હકારાત્‍મક અભિગમ, આત્‍મ વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્‍ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને મહેનત કરવા તૂટી પડો - મંડી પડો. જલ્‍દીથી સમયસર અરજી પણ કરી દો... દોડવા માંડો સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

(10:49 AM IST)