તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ઢાંકણીનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં વોકર લઈને મતદાન કરતા ગુણવંતભાઈ ડેલાવાળા

રાજકોટ : કોઈ પણ ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દરેક નાગરિકે મતદાન કરીને જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવવી જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ મતદાન કર્યું હતું. ગુણવંતભાઈએ તાજેતરમાં જ ની-રીપ્લેસમેન્ટ કરાવ્યુ છે અને આ રોબોટિક સર્જરી બાદ ડોક્ટરોએ એક મહિનો આરામ કરવાની સલાહ આપી છે પરંતુ ચૂંટણીમાં મતદાનની ફરજ સમજીને તેઓ વોકર સાથે ડી.એચ.કોલેજ ગયા હતા અને મતદાન કર્યું હતું. આ તકે તેમણે ભાજપનો ઝળહળતો વિજય નક્કી હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
(10:53 AM IST)










