તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
શ્રી ગીતગુર્જરી ઉપાશ્રયે પૂ.જશાજી સ્વામી પૂણ્યસ્મૃતિએ ગુરુ ગુણ મહોત્સવ સંપન્ન
દિવાળીના તહેવારોમાં વ્યાખ્યાન યોજાશે

રાજકોટ, તા. ૪ : ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રીકા ગુરુણી મૈયા બા.બ્ર.પૂ. હીરાબાઈ મહાસતીજીનાં સુશિષ્યા સૌમ્ય સ્વભાવી બા.બ્ર.પૂ. જ્યોતિબાઈ મહાસતીજી આદી સતિવળંદ નાં સાંનિધ્યમાં ગોંડલ સંપ્રદાયનાં સ્વનામધન્ય મહાજ્ઞાની આચાર્ય ભગવંત પૂ.જશાજી સ્વામીની ૧૦૮મી પૂણ્યતિથીની ભાવસભર ઉજવણી થઈ.
ત્રિદિવસીય ગુરુગુણ પૂ.જુઠા તપસ્વીના એકાસણા કરાવવામાં આવેલ . અ.સૌ.રૂપલબેન નિતુલભાઈ હ. ઉષાબેન મારફતીયા, અ.સૌ. ઈલાબેન તથા ડો. લતાબેન પારેખ, અ.સૌ. પારુલબેન યોગેશભાઈ શાહ તરફથી એકાસણાનો લાભ લેવામાં આવેલ.
ત્રણેય દિવસ દરમ્યાન વ્યાખ્યાન દરમ્યાન પ્રવચન પ્રભાવક પૂ.સ્મિતાબાઈ મહાસતીજીએ બર્જો મહાપુરૂષોના ગુણાનુવાદ કરતા વ્યાખ્યાનો આપ્યા વ્યાખ્યાન પ્રભાવના પૂ.સ્મીતાબાઇ મહાસતીજી પરિવાર તથા જૈન સ્વીટવાળા પરેશભાઈ તરફથી કરવામાં આવેલ હતી.
તપસ્વીઓની અનુમોદના પૂ.ગીતગુર્જરી સંઘ, પૂ.સ્મિતાબાઇ મહાસતીજી, શીલ કોઠારી, વિરાજ પટવા, શ્રીપાળ મહેતા, પારસ ગોસલીયા, શીવાની મહેતા, કલ્પનાબેન વિક્રમભાઈ, ખુશ્બુબેન દોશી તથા અનન્ય ગુરુભકત નિર્મળાબેન ગીરધરભાઈ ગાંધી પરિવાર તરફથી તપસ્વી ભાઈઓને શર્ટ પેન્ટની જોડી તથા બહેનોને સાડીથી અનુમોદના કરવામાં આવી હતી. સાંજે પ્રતિક્રમણ માં અરુણાબેન શશીભાઈ વોરા, કાજલબેન વોરા, અલ્કાબેન પારેખ, ચારુબેન હેમેન્દ્રભાઈ તથા અમીષાબેન સંઘવી તરફથી અનુમોદના કરવામાં આવી હતી.
આગામી તા.૪ થી તા.૮ મહાવીર સ્તુતી પુરથીસુણંજાપ તથા આગામી તા.૭-થી તા.૮ ચૌદશ દિવાળી મહાવીર નિર્વાણ કલ્યાણક રૂપે છઠ્ઠા તથા વ્યાખ્યાનમાં દિવાળીનાં દરેક પર્વોનાં વ્યાખ્યાન યોજાશે.
(3:51 PM IST)










