હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સફળતાના સાચા શિલ્પી ‘ગુરૂ':ઉદય કાનગડ
માનવમાત્રના જીવનમાં પ્રકાશપૂંજ ફેલાવનાર ગુરૂ પ્રત્યે કળતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ એટલે ગુરૂપુર્ણીમાં

રાજકોટઃ ધારાસભ્યશ્રી ઉદય કાનગડએ ગુરૂપુર્ણીમા શુભ અવસરે ગુરૂનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે દ્વાપર યુગમાં મહર્ષિ વેદવ્યાસનો જન્મ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ જ કારણે આ તિથિને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશની વિશેષતા એટલે ગુરૂ-શિષ્યની પરંપરા. ગુરુ એટલે ભારતીય સંસ્કળતિની એક શાશ્વત આધારશિલા, સંસ્કૃતિની ચેતનાને ટકાવી રાખનારૂ એક વિરલ પરિબળ, જે ઉપનિષદોના સમયથી લઈને આજ પર્યત વિશ્વ સમસ્તને પ્રેરણા આપતું રહયું છે. ગુરૂ આપણા જીવનમાં અજ્ઞાનતારૂપી અંધકારથી બહાર કાઢી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે.આજે આપણે ગુરૂ પૂર્ણિમાની પવિત્ર ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ આપણા જીવનમાં પ્રકાશ પાથરનારા ગુરૂજનોને સમર્પિત છે. ગુરૂ એટલે અંધકારમાં આપણને માર્ગ બતાવનાર દીપક. તેઓ માત્ર શાળાના શિક્ષક જ નહીં પરંતુ આપણા જીવનમાં દરેક પાસામાં માર્ગદર્શન આપનાર દરેક વ્યકિત છે. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરૂનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરૂપૂર્ણીમા.ગુરુ એટલે -ેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ઘ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કળષ્ણ તેઓને પણ જીવન નો ઉપદેશ આપનારા ગુરુઓ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક.
પ્રાચિન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો વ્યાસપૂર્ણિમાને અવસરે પોતાની યથાશકિત દાન દક્ષિણા આપી ?ણ મુક્ત થવાનો પ્રયાસ કરતાં હતા. ત્યારે વ્યક્તિના જીવનમાં તેને સાચી રાહ ચિંઘાડનાર ગુરૂ છે. મુશ્કેલરૂપ પરિસ્થિતિમાં કોઈપણ વ્યકિતને મુંઝવણમાંથી બહાર કાઢી સચોટ માર્ગ પર પ્રેરિત કરનાર કોઈપણ વ્યકિત ગુરૂ છે. મહાભારતમાં કુરૂક્ષેત્રમાં મેદાન પર મહાયુધ્ધના આરંભે પાંડુપુત્ર અર્જુન જયારે દ્વિધા માં અટવાઈ જાય છે ત્યારે શ્રીકળષ્ણએ સખા અર્જુનને ગીતાનું જ્ઞાન આપી ધર્મના માર્ગને અનુસરી આ ધર્મયુધ્ધ લડવા પ્રેરિત કર્યો અને સમસ્ત વિશ્વને ‘ભાગવદ ગીતા'રૂપી જ્ઞાનરૂપી અમળતકુંભનો આસ્વાદ મળ્યો.
આમ સદગુરૂ શિષ્યના જીવનને દિશા આપે છે તેમજ જીવનની દરેક પળે ગુરૂની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહામાનવને યાદ કરવાનો અવસર એવા ગુરૂપુર્ણિમાના શુભ દિવસે ગુરૂનો મહિમા ગાવા, ગુરૂ ઋણનું સ્મરણ કરવા અને ગુરૂપ્રાપ્તિનો પરમાનંદ માણવા ગુરૂ પ્રત્યે કળતજ્ઞતા વ્યકત કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.(મનસુખભાઈ પીપળીયાદ્વારા)










