News of Tuesday, 30th June 2026
ગુરૂપૂર્ણિમા ૨૦૨૫ : પુષ્કર સ્થિત શ્રી રામધામમાં પડકારો વચ્ચે પૂજ્ય રણછોડદાસજી બાપુની અલૌકિક અનુભૂતિ

પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યો વિશ્વના અનેક ભાગોમાં વસે છે. તેઓએ નશ્વર દેહનો ત્યાગ કર્યો હોવા છતાં આજે પણ અસંખ્ય ભક્તો તેમના આશીર્વાદ, માર્ગદર્શન, રક્ષણ અને દિવ્ય હાજરીનો જીવંત અનુભવ કરે છે.
પુષ્કર સ્થિત શ્રી રામધામ સાધક આશ્રમ પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજ સાથે અત્યંત વિશેષ રીતે જોડાયેલું પવિત્ર સ્થાન છે.
વિશ્વમાં આ એકમાત્ર એવી જગ્યા છે, જેની જમીન પૂજ્ય સદગુરુદેવે સ્વયં પસંદ કરી, પોતાના નામે દસ્તાવેજ કરાવી ખરીદી હતી.
એટલું જ નહીં, શ્રી રામધામ ટ્રસ્ટની સ્થાપના પણ પૂજ્ય સદગુરુદેવે સ્વયં પોતાના હસ્તાક્ષરથી કરી હતી. ટ્રસ્ટ ડીડના પ્રણેતા પણ તેઓ પોતે જ હતા અને ટ્રસ્ટના પ્રથમ દાતા પણ તેઓ જ હતા.
આ માત્ર એક આશ્રમ નથી; આ પૂજ્ય સદગુરુદેવના સંકલ્પ, ચૈતન્ય અને દિવ્ય ઉપસ્થિતિનું જીવંત કેન્દ્ર છે.
આ સ્થાનને વધુ પાવન બનાવતી બીજી અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે પૂજ્ય સદગુરુદેવે પોતાના મહાસમાધિ માટે પણ શ્રી રામધામને જ પસંદ કર્યું હતું.
તેથી જ, શ્રી રામધામ ગુરુભક્તો માટે માત્ર ભૌતિક સ્થળ નથીતે ગુરુચરણોથી પવિત્ર થયેલું તીર્થસ્થાન છે.
અહીં યોજાતો ગુરુપૂર્ણિમા મહોત્સવ સ્વાભાવિક રીતે અત્યંત વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ગુરુપૂર્ણિમા મહોત્સવ દરમિયાન શ્રી રામચરિતમાનસ પાઠ, શ્રી હનુમાન બાહુક, મહાપૂજન, શોભાયાત્રા, અન્નકૂટ અને સાધુભંડારા જેવા અનેક કાર્યક્રમો યોજાય છે. વર્ષ ૨૦૨૫નો ગુરુપૂર્ણિમા મહોત્સવ વિશેષ રહ્યો, કારણ કે સમગ્ર આયોજન દરમિયાન અનેક પ્રસંગોએ પૂજ્ય સદગુરુદેવની કૃપાનો સાક્ષાત્કાર થયો.
આ વર્ષે એક વિશેષ પહેલ કરવામાં આવી સમગ્ર ગુરુપૂર્ણિમા મહોત્સવનું પ્રથમ વખત YouTube પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. વિશ્વભરના અનેક ગુરુભાઈ-બહેનો, જેમને વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેવું શક્ય નહોતું, તેઓએ ઘરેથી જ દર્શનનો લાભ લીધો. આ પહેલને અત્યંત સરાહના મળી.
પરંતુ આ મહોત્સવ સરળ સંજોગોમાં યોજાયો નહોતો.
આયોજન પહેલાં અને આયોજન દરમિયાન અનેક પ્રકારના પડકારો ઉભા થયા. વહીવટી, નાણાકીય અને માનવીય સ્તરે અડચણો આવી. કેટલીક વ્યક્તિઓએ સહકાર આપવાને બદલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કર્યો. સ્ટાફ અને સેવાભાવી લોકોમાં મૂંઝવણ ઉભી થાય, આયોજન મુશ્કેલ બને અને ભક્તોને તકલીફ પડે એવી પરિસ્થિતિ ઊભી કરવાનો પણ પ્રયાસ થયો.
પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે.
શ્રી રામધામમાં ગુરુપૂર્ણિમાના યજમાન કોઈ વ્યક્તિ કે સંચાલક નથી. શ્રી રામધામના યજમાન સ્વયં પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુ છે.
અત એવં, ગુરુપૂર્ણિમાના આયોજનમાં સહયોગ કરવો એટલે ગુરુસેવામાં જોડાવું. અને તેમાં અવરોધ ઊભો કરવો એટલે ભગવત્ કાર્યમાં અવરોધ ઊભો કરવો.
પરંતુ ઈશ્વરીય વ્યવસ્થાનો એક અચૂક નિયમ છે જેટલો મોટો પડકાર, એટલી મોટી કૃપા.
વર્ષ ૨૦૨૫ ના ગુરુપૂર્ણિમા મહોત્સવમાં આ સત્ય અમે અનેકવાર અનુભવ્યું.
પ્રથમ અનુભૂતિ એક જ દિવસમાં તમામ દાતાઓનો સહયોગ
મહોત્સવ માટે દોઢસોથી વધુ ખાદ્ય સામગ્રી અને અન્ય વસ્તુઓ રાજકોટથી મેળવવાની જવાબદારી અચાનક મારા પર આવી. દાતાઓ સાથે સંપર્ક, સામગ્રીનું સંકલન અને સમયસર વ્યવસ્થાઆ બધું અત્યંત પડકારજનક હતું. સમય નો અભાવ હતો એટલે સવારે આરતી દરમિયાન અંતરથી આગ્રહપૂર્વક રજૂઆત કરી કે આજે એક જ દિવસ માં બધી સામગ્રીના દાતાઓ મળી જાય તેવું પ્રયોજન કરશો. ત્યારબાદ જાણે કૃપાવર્ષા શરૂ થઈ. પુષ્કરથી ફોન દ્વારા જ રાજકોટના અનેક ગુરુભક્તોનો સહયોગ મળવા લાગ્યો.
સાંજ સુધીમાં તમામ જરૂરી વસ્તુઓ માટે દાતાઓ આગળ આવી ગયા. જે કાર્યમાં સામાન્ય રીતે અનેક દિવસો લાગે, તે એક જ દિવસમાં પૂર્ણ થયું.
બીજી અનુભૂતિ વરસાદનું થંભી જવું
મહોત્સવ પહેલાં રાજકોટ રણછોડદાસજી બાપુ આશ્રમથી ભારે સામાનથી ભરેલો ટ્રક શ્રી રામધામ પુષ્કર પહોંચ્યો. વાતાવરણ સંપૂર્ણ વાદળછાયું હતું અને વરસાદ કોઈ પણ ક્ષણે શરૂ થઈ શકે તેવી સ્થિતિ હતી.
ટ્રકને તરત જ આગળ બીજા સ્થળે જવાનું હોવાથી સામાનને તત્કાળ ઉતારવો ફરજિયાત હતો. આવા સંજોગોમાં વરસાદ શરૂ થઈ જાય તો ખાદ્ય સામગ્રી અને અન્ય વસ્તુને ભારે નુકસાન થવાની પૂરી સંભાવના હતી.
મનોમન પૂજ્ય સદગુરુદેવને પ્રાર્થના કરી કે સામાન સુરક્ષિત રીતે અંદર મૂકી દેવામાં આવે ત્યાં સુધી વરસાદ થોભી રહે.
છેલ્લું બોક્સ અંદર મૂકાતાં જ વરસાદ શરૂ થયો!
પૂજ્ય સદગુરુદેવની પ્રત્યક્ષ હાજરી દરમિયાન અનેક નેત્રયજ્ઞો અને રાહત કેમ્પોમાં પ્રકૃતિના તત્વોએ પણ તેમની ઇચ્છા અનુસાર સહકાર આપ્યો હતો તેવી અનેક ઘટનાઓ આપણે સાંભળી અને વાંચી છે.
આ પ્રસંગે અમને ઊંડો અનુભવ થયો કે આજે પણ તેઓ સૂક્ષ્મ રીતે ઉપસ્થિત છે અને જરૂરી હોય ત્યારે પ્રકૃતિના તત્વોને પણ સંયોજિત કરી શકે છે. આ અનુભૂતિ ભક્તિ વધુ લ્લઢ બનાવનારી હતી.
ત્રીજી અનુભૂતિ ભવ્ય સ્વાગત અને સૂક્ષ્મ માર્ગદર્શન
આ વર્ષે શ્રી રામધામની સજાવટ અને સ્વાગત વ્યવસ્થા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની. પ્રવેશમાર્ગ માટે શરૂઆતમાં અમારી પસંદગી એક અલગ રંગ અને ડિઝાઇન તરફ હતી. આયોજન પણ તે મુજબ આગળ વધી રહ્યું હતું.
પરંતુ અંતિમ ક્ષણોમાં પરિસ્થિતિ એવી રીતે બદલાઈ કે મૂળ પસંદગી શક્ય રહી નહીં અને અનાયાસે બીજા રંગ તથા અલગ પ્રકારની વ્યવસ્થા તરફ જવું પડ્યું.
આ ફેરફાર શરૂઆતમાં અણધાર્યો લાગ્યો. પરંતુ અંતિમ પરિણામ જોઈને સૌ આヘર્યચકિત થઈ ગયા.
પ્રવેશદ્વારેથી મંદિર સુધી લાલ જાજમ, ભવ્ય ગોળાકાર ગેટ અને આકર્ષક રોશનીની સજાવટ એ સમગ્ર માર્ગને અલૌકિક સ્વરૂપ આપ્યું. મૂળ આયોજન કરતાં આ બદલાયેલ સ્વરૂપ અનેકગણું વધુ ભવ્ય, આકર્ષક અને અસરકારક સાબિત થયું.
તે ક્ષણે એવો જ ભાવ થયો કે જાણે આપણે કંઈક નક્કી કર્યું હોય, પરંતુ અંતિમ પસંદગી પૂજ્ય સદગુરુદેવ પોતે કરી રહ્યા હોય અને જે તેમણે ચયન કર્યું તે વધારે સુંદર અને ભવ્ય હોવું સ્વાભાવિક છે.
ચોથી અનુભૂતિ પુષ્પ શણગારની દિવ્યતા
ગર્ભગૃહની પુષ્પ સજાવટ અંગે અંતિમ નિર્ણય લેવો સરળ નહોતો. અલગ અલગ એજન્સીઓ અને સેવાપ્રદાતાઓ જુદા જુદા ભાગો પર કામ કરી રહ્યા હતા લાઈટિંગ, ફ્રેમ સ્ટ્રક્ચર, પુષ્પ સજાવટ વગેરે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સંકલન પડકારરૂપ બને, પરંતુ અહીં કંઈક અલગ જ બનતું હતું. જુદી જુદી ટીમો વચ્ચેનું સંકલન એટલું સહજ અને સ્વાભાવિક રીતે થતું ગયું કે જાણે કોઈ સૂક્ષ્મ શક્તિ સમગ્ર પ્રક્રિયાનું માર્ગદર્શન આપી રહી હોય. મોગરા અને ગુલાબના પુષ્પો દ્વારા સમગ્ર શણગારને અંતિમ સ્વરૂપ મળ્યું. જાણે કોઈ કોયડાના વિખરાયેલા ટુકડાઓ (pieces of the puzzle) સૂક્ષ્મ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સમન્વય સાથે ગોઠવાઈ રહ્યા હોય અને અંતે એક અલૌકિક ચિત્ર પ્રગટ થયું હોય.
અંતિમ પરિણામ સૌની કલ્પના કરતાં પણ વધુ ભવ્ય હતું.
પૂજ્ય સદગુરુદેવની મૂર્તિનો પ્રસન્ન ચહેરો, પુષ્પોની સુગંધ, પ્રકાશની સજાવટ અને સમગ્ર વાતાવરણ મળીને અવિસ્મરણીય દિવ્ય અનુભૂતિ સર્જતા હતા.
પાંચમી અનુભૂતિ વહેલી સવારે પાણીની મોટરનું રિપેર થવું
ગુરુપૂર્ણિમાની પૂર્વ રાત્રે મધરાત્રી આસપાસ, ફૂલોના શણગાર અને અન્ય અંતિમ તૈયારીઓ પૂર્ણ કર્યા પછી અચાનક ખબર પડી કે રાત્રે ભારે વરસાદને કારણે પાણીની મોટર બંધ થઈ ગઈ હતી.
સવારે પાંચ વાગ્યે ગુરુપૂર્ણિમાની મહાઆરતી હોવાથી પાણીની વ્યવસ્થા પુનઃ શરૂ કરવી અત્યંત જરૂરી હતી. રાત્રે જ સંપર્ક કરાયેલા ઇલેક્ટ્રિશિયનને સવારે ચાર વાગ્યે આવશે તેવું જણાવ્યું.
અદ્દભુત રીતે તેઓ અસામાન્ય રીતે વહેલા જાગી ગયા અને સવારે સવા ત્રણ વાગ્યે જ આવી પહોંચ્યા. ભક્તોના સ્નાનના સમય પહેલાં પાણીની મોટર ફરી શરૂ થઈ ગઈ.
રાત્રિના ભારે પવન સાથે મુશળધાર વરસાદને કારણે ગુરુપૂર્ણિમામાં ભોજન-પ્રસાદ લેવાની ખુલી જગ્યા પર બાંધેલ તાલપત્રી અને મંડપ તૂટી ગયા હતા. ગુરુપૂર્ણિમાના દિવસે પણ વરુણદેવે કૃપા કરી અને પ્રસંગના આયોજનમાં કોઈ વિઘ્ન ન આવ્યું. ભક્તોને કોઈ અગવડ પડવા દીધી નહીં. આ સમગ્ર ઘટના અમારે માટે આશીર્વાદ સમાન લાગી. જાણે પૂજ્ય સદગુરુદેવે સમયસર હસ્તક્ષેપ કરી મોટી મુશ્કેલી ટાળી દીધી જેથી પધારેલ ભક્તો ગુરુપૂર્ણિમાના બધા પ્રસંગોનો લાભ લઈ શકે.
ગુરુપૂર્ણિમા ૨૦૨૫નો મહોત્સવ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહોતો. તે પૂજ્ય સદગુરુદેવની અવિરત હાજરી, કૃપા અને રક્ષણનો જીવંત અનુભવ હતો.
આ સમગ્ર આયોજન દરમિયાન અમે માત્ર નિમિત્ત અને સાક્ષી હતા.
એક વાત વર્ષ ૨૦૨૫એ અત્યંત સ્પષ્ટ કરીશ્રી રામધામમાં ગુરુપૂર્ણિમા કોઈનો વ્યક્તિગત કાર્યક્રમ નથી. આ પૂજ્ય સદગુરુદેવનો મહોત્સવ છે.
જે લોકો આ કાર્યમાં સહયોગ આપે છે તેઓ નિヘતિપણે ગુરુકૃપાના અધિકારી બને છે.
અને જે લોકો તેમાં અવરોધ ઊભો કરવાની વિચારણા કરે છે, તેઓએ શાંતિપૂર્વક ચિંતન કરવું જોઈએ કે તેઓ કયા કાર્યમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. ગુરુકૃપા અમી સમાન છે તે સૌ પર સમભાવથી વરસે છે. પરંતુ ઈશ્વરીય કાર્યમાં વિઘ્ન ઊભું કરવાથી તેના પરિણામો પણ પ્રકૃતિ પોતાના અચૂક નિયમ મુજબ સમય આવ્યે પ્રગટ કરે છે.
શ્રી રામધામમાં પૂજ્ય સદગુરુદેવનું ચૈતન્ય સદૈવ યથાવત્ અનુભવી શકાય છે.
જરૂર છે માત્ર શ્રદ્ધા, સમર્પણ અને નિર્મળ અંતઃકરણની.
વિપુલ અનંતરાય રાજદેવ, ટ્રસ્ટી, શ્રી રામ ધામ ટ્રસ્ટ, પુષ્કર
જય ભગવાન !!
(આ આલેખન કરનાર શ્રી વિપુલ રાજદેવનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુની સેવા અને ભક્તિ સાથે અવિરત રીતે જોડાયેલો છે. તેમના દાદાશ્રી સ્વ. શ્રી હરજીવનભાઈ જાદવજી રાજદેવ (રાજદેવ સાઇકલ, પરાબજાર, રાજકોટ) ને રાજકોટ સ્થિત રણછોડદાસ બાપુ આશ્રમ (કુવાડવા રોડ)ની સ્થાપના સમયે પરમ પૂજ્ય સદગુરુદેવે સ્વયં ટ્રસ્ટીપદે નિયુક્ત કર્યા હતા. રાજકોટ આશ્રમના પાયાથી જ રાજદેવ પરિવારનું વિશિષ્ટ અને સ્મરણીય યોગદાન રહેલું છે. લેખકનું મોસાળ પક્ષ - વસાણી પરિવાર પણ પૂજ્ય બાપુની અવિરત સેવામાં અનેક દશકોથી સંકળાયેલું છે.
વિપુલ રાજદેવને બાળપણથી જ પરમ પૂજ્ય સદગુરુદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણભાવ રહેલો છે.
વ્યવસાયિક રીતે તેમણે પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સ (પીડબલ્યુસી), આઇબીએમ (આઈબીએમ), અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) જેવી અગ્રણી મલ્ટીનેશનલ સંસ્થાઓમાં કાર્ય કર્યું છે. ભારત અને અમેરિકા ખાતે અનેક ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડી છે.
અમેરિકાના ગ્રીન કાર્ડ ત્યાગ કરી તેઓ ભારત પરત સ્થાયી થયા અને હાલમાં શ્રી રામધામ, પુષ્કર આશ્રમની સેવા સાથે સક્રિય રીતે જોડાયેલા છે.)(૩૭.૨)
:: સંકલન - આલેખન ::
વિપુલ અનંતરાય રાજદેવ
ટ્રસ્ટી, શ્રી રામધામ ટ્રસ્ટ, પુષ્કર. મો.૯૮૯૮૫૮૬૮૮૮

(3:18 PM IST)










