તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ભગવાન રામની ચાલીસ પેઢીના નામ બોલી શકતા શૌર્ય કાકરેચા દ્વારા ગુરૂપૂર્ણિમાની વિશેષ રૂપમાં ઉજવણી

રાજકોટ : શુભમ ગ્લોબલ સ્કુલ રાજકોટના ચોથા ધોરણમાં અભ્યાસ કરતા શૌર્ય કાકરેચાએ આજે ભગવાન જગન્નાથજીનું ચિત્ર દોરી તેમજ શાળામાં ગુરૂ વિષે વકતવ્ય આપી ગુરૂપૂર્ણિમાની વિશેષરૂપમાં ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આટલી નાની ઉંમરમાં શૌર્ય હનુમાન ચાલીસા અર્થ સાથે કડકડાટ બોલી શકે છે. એટલુ જ નહીં ભગવાન રામની ચાલીસ પેઢીના નામ પણ તેને મોઢે છે. ભગવત ગીતાના શ્લોકો પણ કંઠસ્થ છે. વાર તહેવાર વિષે તે કોઇપણ પર્વનું જ્ઞાન મેળવે છે. તેણે બનાવેલ શ્રી જગન્નાથજીનું ચિત્ર ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ રજુ કર્યુ હતુ તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:42 PM IST)










