<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ગુરૂપુર્ણિમાની ઉજવણીઃ ગુરૂ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરતા શિષ્‍યો

મંદિરો, આશ્રમો અને શાળાઓમાં ગુરુ પૂજન, સંકીર્તન અને સેવાકાર્યો સાથે ભક્‍તિભાવની સરવાણીઃ અષાઢ સુદ પૂનમ નિમિતે ‘વ્‍યાસ પૂર્ણિમા'ના દિવસે લાખો ભક્‍તો ઉમટયાઃ શિષ્‍યોએ ગુરુ ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી જ્ઞાન અને સંસ્‍કારની પરંપરાને વંદન કર્યા

રાજકોટમાં ગુરૂપૂર્ણિમાની પાવનકારી ઉજવણી : ગુરૂઆશ્રમોમાં ભાવિકો દ્વારા ભાવવંદના : રાજકોટ : આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે શિષ્‍ય સમૂદાયે ગુરૂઆશ્રમો અને ગુરૂગાદી પર જઇ ભાવવંદનાનો લ્‍હાવો લીધો હતો. જીવનમાં જ્ઞાનના અજવાળા પાથરતા ગુરૂદેવો પ્રત્‍યેનું ઋણ અદા કરવા આજે સૌ કોઇએ પોત પોતાના ગુરૂસ્‍થાનો પર જઇ દર્શન પૂજનનો લાભ લીધો હતો. રાજકોટના સુપ્રસિધ્‍ધ શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે આજે સવારથી જ ભાવિકોએ ગુરૂદેવની ચરણપાદુકાના દર્શન સ્‍પર્શ કરવા કતારો લગાવી હતી. ઉપરાંત ગીતા વિદ્યાલય, પૂનિત ભજન સમાજ, ગોવિંદધામ આશ્રમ, કબીર આશ્રમ વગેરે ધર્મસ્‍થાનો ઉપર પણ ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતા. સવારથી સાંજ સુધી પૂજન, સત્‍સંગના વિશેષ કાર્યક્રમો આયોજીત થયા છે. શ્રી રણછોડદાસજી આશ્રમ ખાતે વિશેષ પૂજન તેમજ રક્ષાદોરીનું વિતરણ કરવામાં આવ્‍યુ હતુ. જે તસ્‍વીરોમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)

રાજકોટ તા.૨૯: આજે અષાઢ માસની પૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રદેશ ભક્‍તિમય બન્‍યો હતો. ચાર વેદ અને ૧૮ પુરાણના રચયિતા જગતગુરુ મહર્ષિ વેદ વ્‍યાસજીની જન્‍મતિથિ ‘‘વ્‍યાસ પૂર્ણિમા'' નિમિતે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના દરેક શહેર અને ગામમાં ગુરુપૂર્ણિમા પર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો છે.

શાષાો અનુસાર ‘‘ગુ'' એટલે અંધકાર અને ‘‘રુ'' એટલે તેનો નાશ કરનાર. જે આપણા જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપે તે ગુરુ. આજે ચંદ્ર પૂર્ણ કળાએ હતો જે મનની શાંતિ અને પૂર્ણતાનું પ્રતીક છે. આ દિવસે શિષ્‍ય પોતાના ગુરુ પ્રત્‍યે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરે છે.

રાજકોટના મુખ્‍ય મંદિરો અને આશ્રમોમાં સવારથી જ ભક્‍તોની ભીડ જોવા મળી છે.રામકળષ્‍ણ આશ્રમે વહેલી સવારે યજ્ઞ, ગીતા પાઠ અને ગુરુ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત. સંતોએ ગુરુ-શિષ્‍ય પરંપરા પર પ્રવચન આપ્‍યું હતું. સ્‍વામિનારાયણ મંદિરોમા ઠાકોરજીની વિશેષ પૂજા બાદ સંતોનું પૂજન કરવામાં આવ્‍યું હતું. ભક્‍તોએ ભજન-કીર્તન કર્યા હતા. 

આર્ય સમાજ અને શાળાઓમા વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલહાર અને ચંદન તિલક કરીને વંદન કર્યા હતા. ‘‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્‍ણુ...''ના શ્‍લોકોથી વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું.ગૌશાળાઓમા અનેક સ્‍થળોએ ગૌપૂજન કરીને ગુરુ દક્ષિણા ગૌશાળાને અર્પણ કરવામાં આવી હતી.

ગિરનારના દત્તાત્રેય પાદુકા અને વિવિધ આશ્રમોમાં સંતોના આશીર્વચન યોજાયા હતા. જામનગરના કબીર આશ્રમમાં રાત્રે સંકીર્તન અને ભંડારાનું આયોજન કરાયું હતું.ભાવનગરના તખ્‍તેશ્વર મંદિર અને વિદ્યાપીઠોમાં ગુરુ સન્‍માન સમારોહ યોજાયો હતો. સામાજિક સંસ્‍થાઓ દ્વારા વળદ્ધાશ્રમમાં સેવા કાર્ય કરાયા હતા. 

અમરેલી-સાવરકુંડલાની શાળા-કોલેજોમાં શિક્ષક પૂજન કાર્યક્રમ યોજાયા. વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં માર્ગદર્શન આપનાર શિક્ષકોનો આભાર માન્‍યો હતો. પોરબંદર-જામનગરના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં માછીમાર સમાજે પણ પોતાના આગેવાનોને ગુરુ તરીકે પૂજ્‍યા હતા.

ભુજના સ્‍વામિનારાયણ મંદિર, કચ્‍છ યુનિવર્સિટી અને વિવિધ આધ્‍યાત્‍મિક કેન્‍દ્રોમાં વિશેષ પૂજા થઈ હતી. માંડવી અને અંજારના આશ્રમોમાં ભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટયા હતા. કચ્‍છી સંસ્‍કળતિમાં ગુરુને વંદન કરવાની પરંપરા આજે પણ જળવાઈ છે.

સંતોએ આજે પ્રવચનમાં કહ્યું કે ડિજિટલ યુગમાં માત્ર સોશિયલ મીડિયા પર ‘‘હેપ્‍પી ગુરુ પૂર્ણિમા'' લખવાથી નહીં ચાલે. ગુરુએ આપેલા સંસ્‍કાર અને જ્ઞાનને જીવનમાં ઉતારવા પડશે. કબીરજીનો દોહો ‘‘ગુરુ ગોવિંદ દોઉ ખડે...'' આજે પણ એટલો જ પ્રાસંગિક છે. મોટા મંદિરો અને આશ્રમો આસપાસ પોલીસ બંદોબસ્‍ત, ટ્રાફિક વ્‍યવસ્‍થા અને સ્‍વયંસેવકો દ્વારા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. ભક્‍તો માટે પીવાના પાણી અને પ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી.

આખો દિવસ ‘‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્‍ણુ ગુરુ દેવો મહેશ્વરા...''ના મંત્રોચ્‍ચારથી સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ગુંજી ઉઠ્‍યું હતું. લોકોએ સંકલ્‍પ લીધો કે જ્ઞાન, સેવા અને સંસ્‍કાર દ્વારા જ સાચા અર્થમાં ગુરુનું સન્‍માન થશે.

(2:47 PM IST)