<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ગુરૂપૂર્ણિમા અનેરૂ પર્વ

તા. ૨૯ બુધવારે ગુરૂપૂર્ણિમાનું પાવન પર્વ આવે છે. આપણા ધર્મશાષાોમાં ગુરૂનું મહત્‍વ સવિશેષ છે. ગુરૂ શરણાગત મનુષ્‍યના અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. ગુરૂ બ્રહ્માની જેમ જ્ઞાન આપે છે. ગુરૂ વિષ્‍ણુની જેમ તે જ્ઞાનનું રક્ષણ કરે છે અને ગુરૂ ભગવાન શંકરની જેમ અજ્ઞાનનો નાશ કરે છે. આવા સદગુરૂના ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ કરવા જોઈએ અને તેમના શરણે જવું જોઈએ.

અર્જુન પણ શ્રીકળષ્‍ણ ભગવાનના શરણે જાય છે અને તેથી ગીતાનું આવું મહાન જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. શ્રીભગવાન અર્જુનને કહે છે કે, તું શોક નહી કરવા યોગ્‍યનો શોક કરે છે અને પંડિતાઈનો બોલ બોલે છે. પરંતુ પંડિતો તો મરેલા કે જીવતા કોઈનો શોક કરતા નથી. (ગીતા ૨:૧૧) ત્‍યાર પછી જગદ્દગુરૂ શ્રીકળષ્‍ણ ભગવાન અર્જુનને વિસ્‍તળત જ્ઞાન તથા ધર્મયુક્‍ત વચનો કહે છે.

અંતે અર્જુનને તે જ્ઞાન પાકું થાય તથા અર્જુન ઉપર શ્રી ભગવાનને અનન્‍ય સ્‍નેહ છે. તેથી ભગવાન કહે છે, ‘આ પ્રમાણે મેં તને આ ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું. આને તું બરોબર વિચારીને પછી જેમ ઈચ્‍છે તેમ કર.'(ગીતા : ૧૮:૬૩) વળી સર્વથી પણ વધારે ગુહ્ય આ મારું પ્રથમ હિતકારી વચન તું સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તે તને કહું છું. (ગીતા ૧૮:૬૪) ‘તું મારામાં મનવાળો થાય. મને પૂજનારો અને મારો ભકત થા અને મને નમસ્‍કાર કર (તેથી) તું મને જ પામીશ. તારી આગળ હું (આ) સત્‍યપ્રતિજ્ઞા કરું છું, કારણ કે, તું મને પ્રિય છે.' (ગીતા ૧૮:૬૫) સર્વ ધર્મો છોડીને તું મને એકને જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્‍ત કરીશ, તું શોક ન કર. (ગીતા ૧૮:૬૬)

આટલું સર્વશ્રેષ્‍ઠ જ્ઞાન અર્જુને શ્રીકળષ્‍ણ ભગવાનને ગુરૂ બનાવ્‍યા તેથી અર્જુન સહિત આપણને સૌને આ ગીતાનું મહાન જ્ઞાન પ્રાપ્ત થયું છે. ભગવાનની પાસે શિષ્‍ય બનીને અર્જુને આ જ્ઞાન પ્રાપ્ત કરતાં અંતે શ્રી ભગવાનને કહ્યું કે, ‘હે અચ્‍યુત! આપની કળપાથી (મારે) મોહ નાશ પામ્‍યો અને (મે) સ્‍મળતિ મેળવી છે. હવે હું સંશય રહિત થઈને સ્‍થિર થયો છું અને આપના વચનો પ્રમાણે હું(કર્મ) કરીશ. (ગીતા ૧૮:૭૩)

જ્ઞાન મનુષ્‍યને આપનાર સદ્દગુરૂ છે. ગુરૂપૂર્ણિમાના પવિત્ર અવસર પર સદ્દગુરૂના ચરણ-કમળોમાં કોટિ-કટિ પ્રણામ. જે સદ્દગુરૂ અંધકારથી દિવ્‍ય પ્રકાશ તરફ લઈ જાય છે. માયાથી ભગવાનના દર્શન સુધી લઈ જાય છે તેવા મહાન સદ્દગુરૂને કોટિ-કોટિ વંદન.

આ લેખ લખનારનું ગુરૂપૂર્ણિમા વિશેનું પ્રવચન યુ ટયુબમાં મોરે શ્‍યામ ચેનલ ઉપર ઉપલબ્‍ધ છે.

સંકલન : નિશીથભાઈ ઉપાધ્‍યાય

સ્‍પીરીચ્‍યુઅલ કન્‍સલટન્‍ટ અને એસ્‍ટ્રોલોજર

મો. નં. ૭૮૭૪૨ ૯૫૦૭૪

મો. નં. ૯૩૧૩૬ ૯૨૪૪૧

(4:37 PM IST)