<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

વાવડી પાસે બે વર્ષ પહેલા કારને અકસ્‍માત નડતાં પથારીવશ થયેલા ગુરૂદેુવ પાર્કના કેશવજીભાઇનું મૃત્‍યુ

પડવલા સાઇટ જોવા જતી વખતે વાવડી પાસે બનાવ બન્‍યો હતોઃ વેવાઇનું તે વખતે મૃત્‍યુ થયું હતું: બે લોકોને ઇજા થઇ હતી

રાજકોટ તા. ૬: શહેરના પુનિતનગરમાં રહેતાં વૃધ્‍ધને બે વર્ષ પહેલા વાવડી નજીક કારને અકસ્‍માત નડતાં ગંભીર ઇજા થઇ હોઇ ત્‍યારથી તેઓ પથારીવશ હતાં. આજે સવારે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ નિષ્‍પ્રાણ જાહેર કરવામાં આવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. જે તે વખતે અકસ્‍માતમાં આ વૃધ્‍ધના વેવાઇનું અવસાન થયું હતુ અને તેમના જમાઇ તથા પ્‍લમ્‍બરને ઇજાઓ થઇ હતી. જમીનની સાઇટ જોવા જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ પુનિતનગર ૮૦ ફુટ રોડ પર ગુરૂદેવ પાર્ક-૩માં રહેતાં કેશવજીભાઇ ડોસાભાઇ બબરીયા (ઉ.વ.૬૯) નામના વૃધ્‍ધ આજે સવારે પાંચેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને કરતાં પોલીસે મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

સગાના કહેવા મુજબ મૃત્‍યુ પામનાર કેશવજીભાઇ બબરીયા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. આજથી બે વર્ષ પહેલા કેશવજીભાઇ, તેમના વેવાઇ ખોડાભાઇ પીપળીયા, જમાઇ તેમજ એક પ્‍લમ્‍બર મળી ચાર લોકો પડવલા ગામે જમીનની સાઇટ જોવા જતાં હતાં ત્‍યારે વાવડીના પેટ્રોલ પંૅપ પાસે કાર સાથે અકસ્‍માત સર્જાયો હતો. જે તે વખતે તેમના વેવાઇનું અવસાન થયું હતું. કેશવજીભાઇ બે વર્ષથી સતત પથારીવશ હતાં. આજે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(10:53 AM IST)