<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

ગુરૂકુલમાં ગુરૂવંદના મહોત્‍સવઃ બાળકો દ્વારા પ્રશંસનીય પ્રસ્‍તુતિ

 

રાજકોટઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્‍થાન ખાતે બાલ ગુરુકુલ દ્વારા આયોજિત ‘ગુરુવંદના મહોત્‍સવ' ખૂબ જ ભક્‍તિભાવ, આનંદ અને ધામધૂમપૂર્વક ઉજવાયો. ગુરૂપૂર્ણિમાના મહિમાને ઉજાગર કરતું ભાવસભર રૂપક યોગેશભાઈ કોટક અને હિરેનભાઇ ઝાટકીયા તથા બાળકો દ્વારા રજુ થયું. ગુરુકુલના સંસ્‍થાપક શાષાીજી મહારાજ ના મહાન કાર્યો અને ગુણો સંવાદ દ્વારા જેનીલ રાઠોડ, જય કાછડિયા અને વર્ણી બારસીયાએ રજૂ કર્યો. બાલ વક્‍તા વિદ્યાર્થી કાર્તિક દવે અને રેડીઓ-ટીવી બાલ કલાકાર સિદ્ધરાજ સિંઘવ દ્વારા પ્રેરણાદાયી પ્રવચનમાં જીવનમાં ગુરુનું મહત્‍વ અને આપણી ગુરુ પ્રત્‍યેની નિષ્ઠા વિષય પર સુંદર રજૂઆત કરવામાં આવી. બાલ ગુરુકુલના વિદ્યાર્થી કૌશલ ખેર દ્વારા કંઠસ્‍થ ‘સ્‍વામીની વાતો'નું સુંદર પઠન કરવામાં આવ્‍યું. ખેલ મહાકુંભમાં ગુજરાત કક્ષાએ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરનાર દેવાંશ પીઠડિયા દ્વારા તબલા સોલો પર્ફોર્મન્‍સ રજુ કરી ઘનશ્‍યામ ભગત સાથે જુગલબંધી દ્વારા સંતોનો રાજીપો મેળવ્‍યો. જનમંગલ સ્‍વામી, જીવન મુક્‍ત સ્‍વામી દ્વારા ગુરુમહિમા વિષયક પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્‍યું. ગુરુ મહારાજ શ્રી દેવકળષ્‍ણદાસ સ્‍વામીએ દિવ્‍ય આશીર્વાદ પાઠવતા જણાવ્‍યું હતું કે, ‘આપણી ગુરુ પરંપરા જેવી ભવ્‍ય હતી, તેવા આજ પણ સંતો તમને મળ્‍યા છે. ધર્મ રાખી વ્‍યસન અને ફેશનથી દુર રહેવું. માતા-પિતાની સેવા કરવી અને આદર્શ નાગરિક બનવું.' કાર્યક્રમનું સંચાલન સાધુસેવકદાસ સ્‍વામી અને ડો. નિમિષભાઈ મુંગરાના માર્ગદર્શન હેઠળ થયું હતું.

(3:14 PM IST)