News of Tuesday, 30th June 2026
રાજકોટ શહેર-જીલ્લામાં અડધો ડઝન પ્રાંત અધીકારીઓ- ડે.કલેકટરોની જગ્યા ખાલીઃ ભારે દેકારો
શહેર-કોંગ્રેસના આગેવાનોએ પણ બળાપો ઠાલવ્યોઃ કલેકટરને આવેદન આપશે : અરજદારો-વકીલોના કામો - કેસોના ચૂકાદા અટકયાઃ ઇન્ચાર્જથી ગાડૂ ગબડાવાય છે!!!

રાજકોટઃ શહેર જીલ્લામા ડેપ્યુટી કલેકટર કક્ષા અને પ્રાંત કક્ષાના અધિકારીઓની અડધો ડઝન જગ્યાઓ ખાલી છે સમગ્ર વહીવટી તંત્ર ઇન્ચાર્જ થી જ ચાલે છે રાજકોટ (( પ્રાંત અધિકારી સહીત ગોંડલ ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યકન ગ્રામ્યના ડેપ્યુટી કલેક્ટર સહીત મોટા ભાગની જગ્યાઓ ખાલી હોવાના કારણે વહીવટી તંત્ર ઉપર કામ નું ભારણ ખુબજ વધી ગયુ છે, અને ઇન્ચાર્જ અધિકારીઓ મહત્વના નિર્ણયો અને કેસો ચલાવવા બાબતે ઉદાસીનતા દાખવતા હોય છે જેને લીધે જાહેર જનતાના મહત્વના કામો ટલે પડી રહયા છે, મહત્વના ચુકાદાઓ કેસો ચલાવવા અને ઝડપી નિકાલ ની વહીવટી પ્રક્રિયાઓ ખોરંભે પડી જતા અરજદારો, વકીલો તથા અન્ય આમ નાગરીકમાં ભારે દેકારો બોલી ગયો છે.આ બાબતે શહેર કોંગ્રેસના આગેવાનોએ પણ બળાપો કાઢયો છે, આવતીકાલે આગેવાનો ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણી તથા અન્ય કલેકટરને આવેદન પાઠવી કલેકટર મારફત સરકારનું ધ્યાન દોરાય, અને ઉચ્ચ અધીકારીઓની નિમણુંકો તાકિદે થાય તે અંગે માંગણી કરનાર હોવાનું આગેવાનોએ ઉમેર્યુ હતું
(3:44 PM IST)










