<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

હથીયારના ગુનામાં ફરાર જસદણના હનીફ ઉર્ફે ઘૂઘાને ડીસીબીએ પિસ્‍તોલ સાથે દબોચ્‍યો

અગાઉ અરબાઝને પિસ્‍તોલ-કાર્ટીસ સાથે પકડયો ત્‍યારે નામ ખુલ્‍યું હતું : કાળીપાટના પાટીયા પાસેથી જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાહુલભાઇ ગોહેલની બાતમીઃ પીઆઇ ચાવડા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની રાહબરીમાં પીએસઆઇ ડોડીયા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૭: શહેર ડીસીબીની ટીમે ગેરકાયદે પિસ્‍તોલ સાથે જસદણના શખ્‍સને કાળીપાટ ગામ પાસેથી દબોચી લીધો છે. અગાઉ ડીસીબીએ એક શખ્‍સને પિસ્‍તોલ-કાર્ટીસ સાથે પકડયો ત્‍યારે આ શખ્‍સનું નામ ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ડીસીબીની ટીમ અગાઉના હથીયારના ગુનામાં જેના નામ ખુલ્‍યા હોય તેવા આરોપીઓને શોધવા માટે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડીસીબીના હેડકોન્‍સ. જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાહુલભાઇ ગોહલને બાતમી મળી હતી કે રાજકોટ ભાવનગર હાઇવે પર કાળીપાટ ગામના પાટીયા પાસે જસદણનો હનીફ આવ્‍યો છે અને તે રાજકોટના ડીસીબી પોલીસના હથીયારના ગુનામાં ફરાર છે.

આ બાતમીને આધારે ટીમ ત્‍યાં પહોંચતા હનીફ ઉર્ફે ઘૂઘો મહમદભાઇ સુમરા (ઉ.વ.૩૩-રહે. ગેબનશા સોસાયટી, ગેબનશાપીરની દરગાહ પાસે જસદણ) મળી આવ્‍યો હતો. તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટની રૂા. ૧૦ હજારની પિસ્‍તોલ મળી આવતાં અલગથી ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. અગાઉ ડીસીબીએ અરબાઝ દોઢીયાને પિસ્‍તોલ અને એક કાર્ટીસ સાથે પકડયો ત્‍યારે તેની પુછતાછમાં હનીફ ઉર્ફે ઘૂઘાનું નામ ખુલ્‍યું હતું. આ ગુનામાં તેને પકડવામાં આવ્‍યો ત્‍યારે બીજુ એક હથીયાર પણ તેની પાસે મળી આવ્‍યું હતું.

ઝડપાયેલા હનીફ વિરૂધ્‍ધ અગાઉ ભક્‍તિનગર પોલીસ અને જસદણ પોલીસમાં દારૂ સહિતના બે ગુનો નોંધાયા હતાં. તે હાલમાં તેની પાસેથી મળેલી દેશી પિસ્‍તોલ ક્‍યાંથી લાવ્‍યો? તેની વિગતો જાણવા રીમાન્‍ડની તજવીજ હાથ ધરાઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય  માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, મહેશભાઇ સોલંકી, હેડકોન્‍સ. રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, રાહુલભાઇ ગોહેલ, ધારાભાઇ વાનરીયા, ગોપાલભાઇ બોળીયા, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. રાજેશભાઇ પટેલએ આ કામગીરી કરી હતી.

(2:08 PM IST)