<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

અવાર-નવાર ચોરી કરવાની ટેવ ધરાવતો હનીફશા ઝડપાયો: બે વાહન ચોરી કબૂલી, થોરાળાના ઈન્ચાર્જ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઈ ટી.ડી.જાડેજા અને ટીમની કામગીરી: નીલેશભાઇ જગાણી તથા ઇલેશભાઇ પરમારને

​મોરબી, વાકાનેર અને રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૧૬ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સને આજી જીઆઇડીસી પાસેથી ઝડપી લેવાયો

​રાજકોટ: શહેરમાં મિલકત સંબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા માટે હાથ ધરાયેલા સઘન પેટ્રોલીંગ દરમિયાન થોરાળા પોલીસ સ્ટેશનની ટીમે અવાર-નવાર ચોરી કરવાની ટેવ વાળા એક રીઢા ચોરને ચોરાઉ મોટરસાઇકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​પેટ્રોલીંગ દરમિયાન સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ હેડકોન્સ. નીલેશભાઇ જગાણી તથા ઇલેશભાઇ પરમારને મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસે આજી જીઆઇડીસી પાસેથી હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩૯, ધંધો મજુરી, રહે. ગંજીવાડા શેરી નં.૨૦, પી ટી સી ગ્રાઉન્ડની દીવાલ સામે, રાજકોટ)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. ૧૫,૦૦૦ની કિંમતનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ નંબર GJ-03-AP-4078 અને રૂ. ૧૦,૦૦૦ની કિંમતનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર નંબર GJ-03-PP-2720 એમ કુલ રૂ. ૨૫,૦૦૦ની કિંમતના બે ચોરાઉ મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યા છે.

​પકડાયેલા આરોપી હનીફશા શાહમદારનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તે મોરબી વાકાનેર સીટી, મોરબી સીટી એ ડિવીઝન, રાજકોટ શહેર બી ડિવીઝન, ભક્તિનગર, ગાંધીગ્રામ, એ ડિવીઝન અને થોરાળા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ચોરી, વાહન ચોરી અને મિલકત સંબંધી ૧૬ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આ કામગીરીથી થોરાળા પોલીસ સ્ટેશન અને એ ડિવીઝન પોલીસ સ્ટેશન (આજીડેમ) હેઠળ નોંધાયેલા બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના બે ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.

​આ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૧) હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (પૂર્વ વિભાગ) બી.વી.જાદવના માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઇન્સપેક્ટર એચ.એન.પટેલ, પો.સબ ઇન્સ. ટી.ડી.જાડેજા, એ.એસ.આઇ. દેવશીભાઇ ખાંભરા, પો.હેડ કોન્સ. હિતેશભાઇ પરમાર, હસમુભાઇ નીનામા, નીલેશભાઇ જાગાણી, ઇલેશભાઇ પરમાર, મેરૂભા ઝાલા, કિશોરભાઇ પરમાર, વીક્રમભાઇ લોખીલ તથા પો.કોન્સ. શૈલેષભાઇ નેચડા અને જગદીશભાઇ રામની ટીમ દ્વારા કરવામાં આવી હતી.  

(8:57 PM IST)