<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

‘હનુમંત કથા' આવકાર્ય પણ અંધશ્રધ્‍ધા ફેલાવતા ‘દિવ્‍ય-પ્રેત દરબાર'ના કાર્યક્રમની પરવાનગી રદ કરોઃ ડો. પુરૂષોત્તમ પીપરીયાની ફરિયાદ

અંધશ્રધ્‍ધા ફેલાવનારને જેવી અને જેટલી સુરક્ષા મળે છે તેવી અને તેટલી સુરક્ષા અંધશ્રધ્‍ધાના આલોચકોને પણ મળવી જોઈએ : એ-ડિવીઝન પોલીસમાં લેખીત ફરિયાદ આપતાં નિવેદન નોધાયું: પોલીસ પ્રોટેકશન માંગ્‍યું: પ્રોટેકશન નહિ મળે તો પણ દરબારમાં જવાનો પ્રયત્‍ન કરીશઃ રાજકોટમાંથી વર્ષો પહેલા અપહરણ કરાયેલા બાળક મોહિલ મોરધરાના પ્રશ્નને હું બાબાના દરબારમાં રજુ કરીશઃ નિવેડો બાબા લઇ આવશે તો હું એમને આવકારીશઃ સનાતની તરીકે કદી પણ કથાનો વિરોધ હોય જ નહિ, અંધશ્રધ્‍ધાનો વિરોધ છેઃ દરકાયદેઆઝમ ડો. પીપરીયા : જો બાબા ચિઠ્ઠી કાઢીને ભવિષ્‍યવાણી કરતા હોય તો રાજકોટના મોહિલ મોરીધરા નામના બાળકનું આજથી ૨૮ વર્ષ પહેલા બાળપણમાં અપહરણ થયેલ છે, જેની ફરિયાદ તે સમયમાં નોંધાયેલ છે અને આજ સુધી તેનો અત્તોપત્તો નથીઃ બાબા ચિઠ્ઠી કાઢીને બતાવે કે મોહિલ મોરીધરા કયાં છે અને કોણે અપહરણ કર્યુ હતું? જેથી પોલીસ અને પરિવારને મદદ મળે

કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર દ્વારા કથાની સાથે સાથે પ્રેત-દિવ્‍ય દરબારનું આયોજન કરી અંધશ્રધ્‍ધા ફેલાવાતી હોઇ તે કાર્યક્રમ રદ્દ કરવાની માંગણી સાથેની ફરિયાદ-રજૂઆત કરી છે. તે સંદર્ભે એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચી તેમણે પોતાનું નિવેદન આપ્‍યું હતું (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫: શહેરમાં બાગેશ્વર બાબાના સાંનિધ્‍માં હનુમંત કથાનું આયોજન થયું હોઇ તેમાં છેલ્લા દિવસે દિવ્‍ય દરબાર-પ્રેત દરબારનું આયોજન પણ હોઇ આ કાર્યક્રમ અંધશ્રધ્‍ધા ફેલાવતો હોઇ તેની પરવાનગી રદ્દ કરવી જોઇએ તેવી માંગણી સાથે શહેરના જાગળત નાગરિક અને વ્‍હીસલ બ્‍લોઅર ડૉ. પુરુષોત્તમ પીપરીયા દ્વારા રાજકોટના પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ એક વિસ્‍તળત લેખિત ફરિયાદ રજૂ કરવામાં આવી છે. આ લેખિત ફરિયાદ સંદર્ભે આજે એ-ડિવીઝન પોલીસ સમક્ષ ડો. પુરૂષોત્તમ પીપરીયાએ નિવેદન નોંધાવી જણાવ્‍યું હતું કે-હનુમંત કથાનો કોઇ જ વિરોધ નથી, સનાતની તરીકે તેનો વિરોધ હોય જ નહિ, આ કથા આવકાર્ય છે પરંતુ તેમાં યોજાનો દિવ્‍ય દરકાર-પ્રેત દરબારનો હું વિરોધી છું. કેમ કે તેના કારણે અંધશ્રધ્‍ધા ફેલાય છે. જો બાબા મારા મોહિલ મોરધરા નામના બાળકનું રાજકોટમાંથી વર્ષો પહેલા અપહરણ થયું હતું તે મારા પ્રશ્નનો નિવેડો લાવશે તો હું તેમને આવકારીશ.

કાયદે આઝમ ડો. પુરૂષોત્તમ પીપરીયાએ જણાવ્‍યું હતું કે મને દરબારમાં જવા માટે સોશિયલ મિડીયાથી આમંત્રણ મળ્‍યું છે, રૂબરૂમાં કોઇ આમંત્રણ અપાયું નથી. મેં પોલીસ પ્રોટેક્‍શન માટે માંગણી કરી છે. જો પ્રોટેકશન નહિ મળે તો પણ હું એક આલોચક તરીકે ત્‍યાં જઇશ અને મારા પ્રશ્નને રજુ કરીશ. જો મોહિલ મોરધરા વિશેના પ્રશ્નનું બાબા નિવારણ લાવશે તો હું એમને આવકારીશ. લેખીત અરજીમાં ડો.  પીપરીયાએ સ્‍પષ્ટપણે માંગણી કરી છે કે રાજકોટમાં આગામી તારીખ ૫ થી ૭ દરમિયાન યોજાનાર સનાતન સેતુ હનુમંત કથા અંતર્ગત બાબા બાગેશ્વર (ધીરેન્‍દ્ર કળષ્‍ણ શાષાી) દ્વારા જે રીતે દિવ્‍ય દરબાર અને પ્રેત દરબારના નામે અંધશ્રદ્ધાનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, તેને તાત્‍કાલિક અટકાવવામાં આવે અને તેવા કાર્યક્રમોની પરવાનગી રદ કરવામાં આવે.

બંધારણના અનુચ્‍છેદ ૫૧ (એ) (બી) મુજબ સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને સુધારણાની ભાવના કેળવવાની પોતાની બંધારણીય કરજ નિભાવતા ડૉ. પીપરીયાએ આ રજૂઆતમાં ભારપૂર્વક જણાવ્‍યું છે કે, સનાતન પરંપરાની હનુમંત કથાના આયોજન સામે તેમનો કોઈ જ વિરોધ નથી, પરંતુ ધર્મના નામે જે ઢોંગ-ધતિંગ અને અંધશ્રદ્ધા ફેલાવવાનું ષડયંત્ર રચીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે, તેની સામે તેમનો સખત વિરોધ છે અને તે અટકાવવા વહીવટીતંત્રએ તાત્‍કાલિક કાનુની પગલાં લેવા અનિવાર્ય છે.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્‍દ્ર શાષાી મંચ પરથી પોતાની પાસે અલૌકિક અને દૈવી શક્‍તિઓ હોવાનો દાવો કરે છે. અજાણ્‍યા લોકોની અંગત વિગતો ચિઠ્ઠીમાં લખી ચમત્‍કારિક શક્‍તિ હોવાનો ભ્રમ ઊભો કરે છે. કોઈપણ વૈજ્ઞાનિક કે તબીબી ડીગ્રી વિના માત્ર મંત્રો, ભસ્‍મ કે જાદુઈ વિધિઓ દ્વારા કેન્‍સર, લકવો, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ મટાડવાનો જાહેરમાં દાવો કરવામાં આવે છે, જેના વિડિયો ઇન્‍ટરનેટ અને ટીવી પર ઉપલબ્‍ધ છે. ‘પ્રેત દરબાર'ના નામે દર્દીઓના શરીરમાં ભુત-પિશાચ હોવાનો દાવો કરી, કોઈસ્ત્રીને ડાકણ જાહેર કરી શારીરિક યાતનાઓ આપી અમાનવીય વર્તન કરવા મજબૂર કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓમાં દેવી કોપનો ડર ઊભો કરી આર્થિક દાન અને ભેટ-સોગાદો લેવામાં આવે છે.

કાયદાકીય જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ભંગઃ રજૂઆતમાં કાયદાકીય આધાર આપતા સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે આ કળત્‍યો વિવિધ કાયદાઓનો સરેઆમ ભંગ કરે છે. ૧. ગુજરાત માનવબલિ અને અઘોરી પ્રથા વિરોધી કાયદો-૨૦૨૪ ગુજરાત એક્‍ટ નંબર ૮ of ૨૦૨૪)ની કલમ ૩ મુજબ અલૌકિક શક્‍તિઓના દાવા કરી ડરાવવા અને છેતરવા બદલ ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ૨. ડ્રગ્‍સ એન્‍ડ મેજિક રેમેડીઝ એક્‍ટ, ૧૯૫૪ ની કલમ ૩, ૪ અને ૫ મુજબ મંત્ર-તાવીજ દ્વારા ૫૪ જેટલા શિડયુલ્‍ડ રોગો મટાડવાનો દાવો કરવો ગુનો છે. આ જ બાબતે તાજેતરમાં NBDSA દ્વારા ન્‍યૂઝ ૧૮ ચેનલને ધીરેન્‍દ્ર શાષાીનો ભ્રામક ઇન્‍ટરવ્‍યુ હટાવવા આદેશ કરાયો હતો. ૩. ભારતીય ન્‍યાય સંહિતા (BNS), ૨૦૨૩ ની કલમ ૩૫૪ (અગાઉની IPC ૫૦૮) મુજબ દેવી નારાજગી (Divine Displeasure) નો ડર બતાવવો અને BNS કલમ ૩૧૮(૪) (અગાઉની IPC ૪૨૦) હેઠળ અલૌકિક શક્‍તિઓના નામે આર્થિક છેતરપિંડી કરવી ગુનો બને છે.

ડો. પીપરીયાએ ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્‍ડિયા (૨૦૨૫ LiveLaw SC ૪૧૦) માં જસ્‍ટિસ અભય એસ. ઓકાની બેન્‍ચના ૧૯૫૪ ના કાયદા હેઠળ ત્‍વરિત FIR ના નિર્દેશો, સબરીમાલા ૯-જજોની ખંડપીઠ (એપ્રિલ ૨૦૨૬)માં CJIનું અવલોકન (જાહેર આરોગ્‍ય અને વ્‍યવસ્‍થાને નુકસાન કરતી અંધશ્રદ્ધા અટકાવવા), મુંબઈ હાઈકોર્ટનો રાજેન્‍દ્ર ગણપતરાવ અંભોરે વિરૂધ્‍ધ યુનિયન ઓફ ઇન્‍ડિયા (Criminal Writ Petition No. ૪૬૯ of ૨૦૧૫)  ઝારખંડ (AIR ૨૦૦૪ SC ૩૯૪) કેસ ટાંકીને પોલીસ તંત્રને સુઓમોટો (Suo Moto) કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

બાબાને પડકાર ફેંકતા રજૂઆત-લેખીત ફરિયાદમાં જણાવાયું છે કે જો બાબા ચિઠ્ઠી કાઢીને ભવિષ્‍યવાણી કરતા હોય, તો રાજકોટના મોહિલ મોરીધરા નામના બાળકનું બાળપણમાં અપહરણ થયેલ છે, જેની ફરિયાદ આજથી ૨૮ સાલની આસપાસના સમયમાં નોંધાયેલ છે અને આજ સુધી તેનો અતોપતો નથી. તો બાબા ચિઠ્ઠી કાઢીને બતાવે કે મોહિલ મોરીધરા કયાં છે અને કોણે અપહરણ કર્યું હતું, જેથી પોલીસ અને પરિવારને મદદ મળે. આયોજકો દ્વારા મીડિયાના માધ્‍યમથી ડો. પીપરીયાને રૂબરૂ દરબારમાં આવવા પડકાર ફેંકવામાં આવ્‍યો છે. પરંતુ તેઓએ અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો હોવાથી ધર્મઝનૂની તત્‍વો દ્વારા સોશિયલ મીડિયામાં બેફામ ગાળો અને ધમકીઓ મળી રહી છે. રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે કે ભુતકાળમાં કર્ણાટકના હમ્‍પી યુનિવર્સિટીના પુર્વ વીસી અને કન્નડ વિદ્વાન પ્રો. એમ.એમ. કલબુર્ગીની ૩૦ ઓગસ્‍ટ ૨૦૧૫ ના રોજ કટ્ટરપંથી પ્રવિણ ચતુર, ગણેશ મિસ્‍કી અને અમોલ કાલે દ્વારા હત્‍યા કરાઈ હતી.

અન્‍ય બનાવમાં નીડર પત્રકાર ગૌરી લંકેશની હત્‍યા અમોલ કાલે, સુજીતકુમાર ઉર્ફે પ્રવિણ, દેવ વેકનંદ અને હિન્‍દુ યુવા સેનાના કે.ટી. નવીન કુમાર દ્વારા કરવામાં આવી હતી. ફોરેન્‍સિક અને બેલેસ્‍ટિક રિપોર્ટમાં આ હત્‍યાઓ એકબીજા સાથે જોડાયેલી અને એક જ સંગઠિત અંડરગ્રાઉન્‍ડ નેટવર્ક દ્વારા કરાઈ હોવાનું ખૂલ્‍યું હતું. રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્‍યા પર થયેલા હુમલાઓ પણ આ સાબિત કરે છે.

 

આવા સંજોગોમાં ડો. પીપરીયાએ માંગ કરી છે કે-સકયુરિટી પેરીટી (સમાનતા) ના સિદ્ધાંત મુજબ અંધશ્રદ્ધા ફેલાવતા બાબા સરકારી ખર્ચે વૈભવી સુરક્ષા ભોગવતા હોય, તો વિરોધ કરનારને પણ પૂરતા પ્રમાણમાં હથિયારધારી સુરક્ષા પ્રદાન કરવામાં આવે. બાબા બાગેશ્વર ટ્રસ્‍ટ અને સ્‍થાનિક આયોજકો પાસેથી સુરક્ષા અંગે લેખિત બાંહેધરી લેવામાં આવે.

તેમના જવા-આવવાના સમય દરમિયાન સીસીટીવી/કેમેરા રેર્કોડિંગની સુવિધા માટે આયોજકોને સૂચના અપાય અથવા તેમને વ્‍યવસ્‍થા કરવા પરવાનગી અપાય. જો તેમની અરજી નકારવામાં આવે તો પણ તેઓ જાહેર નિમંત્રણ મુજબ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવા હાજર રહેવા ઇચ્‍છુક છે. પોલીસ સંપૂર્ણ કાર્યક્રમનું સત્તાવાર વિડીયો રેર્કોડિંગ કરે અને ભંગ થતો રોકવા પ્રિવેન્‍ટિવ કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે.

અંતમાં ડો. પુરૂષોત્તમ પીપરીયાએ સ્‍પષ્ટ માંગ કરી છે કે માત્ર ને માત્ર હનુમંત કથા યોજવામાં આવે એની સામે અમારો કોઈ જ વિરોધ નથી. પરંતુ જે ઢોંગ-ધતિંગ કરવામાં આવે છે એવા ‘દિવ્‍ય દરબાર' અને ‘પ્રેત દરબાર'  પર સદંતર -તિબંધ લાવવામાં આવે અને તેની પરવાનગી રદ કરવામાં આવે તેવી ડો. પુરૂષોત્તમ પીપરીયાની માંગ છે. જો કોઈપણ -કારના ઢોંગ-ધતિંગ કરવામાં આવશે તો કાયદાકીય રાહે તેનો સખત વિરોધ કરવામાં આવશે અને તેને અટકાવવા વહીવટીતંત્રએ યોગ્‍ય પગલાં લેવા જ પડશે. તેમ કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમ પીપરીયાએ જણાવ્‍યું હતું. એ-ડિવીઝન પોલીસે તેમનું નિવેદન નોંધ્‍યું છે.

(2:49 PM IST)