હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 1st October 2026
તેજ,તાકાત અને તરવરાટવાળા સાંસદ પરસોતમ રૂપાલાને જન્મદિન મુબારક

રાજકોટ : ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા મતક્ષેત્રના ભાજપના સભ્ય શ્રી પરસોતમ રૂપાલાનો જન્મ ૧ ઓકટોબર ૧૯પ૪ ના દિવસે થયેલ આજે ૭૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી પરસોતમ રૂપાલા મુળ અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામના વતની છે. કારકીર્દીના પ્રારંભે માધ્યમિક શાળામાં, આચાર્ય તેમજ અમરેલી નગરપાલીકામાં ચીફ ઓફીસર તરીકે રહી ચૂકયા છે. ભાજપમાં પ્રદેશ પ્રવકતા મહામંત્રી પ્રમુખ વગેરે જવાબદારી તેમણે યશસ્વી રીતે નિભાવી છે. ૩ ટર્મ રાજયસભાના સભ્ય, ગુજરાતમાં કૃષિ, પાણી પુરવઠા વગેરે વિભાગના મંત્રી તથા કેન્દ્રમાં કૃષિ ડેરી ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ પશુપાલન વગેરે વિભાગના મંત્રી તરીકે કામગીરી કરી ચૂકયા છે. પ્રભાવશાળી વકતા તરીકે જાણીતા છે. મો. ૯૮રપ૩ ર૬૬૬૦ ગાંધીનગર
(1:32 PM IST)










