તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 15th July 2026
ગુજરાતના વિકાસને વેગ આપનાર મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જન્મદિનની શુભેચ્છાઃ ડો. માધવ દવે

રાજકોટ, તા.૧૫: શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા સંયુકત યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના ૧૭મા યશસ્વી મુખ્યમંત્રી અને જનતામાં ‘દાદા' તરીકે અત્યંત લોકપ્રિય બનેલા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ૧૫ જુલાઈના રોજ તેમનો ૬૪મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના નેતળત્વ હેઠળ ગુજરાતે અવિરત વિકાસ, સાદગી, અને લોકકલ્યાણકારી શાસનનો નવો ચીલો ચાતર્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતળત્વ હેઠળ ગુજરાત સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને રાજ્યને વૈશ્વિક સ્તરે અગ્રેસર રાખવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
મુખ્યમંત્રીશ્રી તેમના જન્મદિવસના પવિત્ર અવસરે રાજ્યની જનતાની સેવાની જવાબદારીઓ વચ્ચે પણ આધ્યાત્મિકતાને પ્રાધાન્ય આપે છે. તેઓ હંમેશા દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન માર્ગના અનુયાયી તરીકે પોતાની સાદગી અને નમ્રતા માટે જાણીતા છે. તેમના નેતળત્વમાં ગુજરાત ‘ગતિશીલ અને પ્રગતિશીલ' રાજ્ય તરીકે સતત આગળ વધી રહ્યું છે.
આજના મંગલમય દિવસે સમગ્ર રાજકોટ શહેરની જનતા અને રાજકોટ શહેરના તમામ શ્રેણીના ભાજપ કાર્યકર્તાઓ વતી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલકામનાઓ સહ જન્મદિવસની અનંત શુભેચ્છાઓ પાઠવી હતી
(3:25 PM IST)










