<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

રીસામણે ગયેલી પત્‍નિ પરત ન આવતાં હરેશે એસિડ પી લીધું વાંકાનેરના અગાભી પીપળીયાનો બનાવઃ રાજકોટ ખસેડાયો

 

રાજકોટ તા. ૨૬: વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતાં હરેશ પ્રવિણભાઇ ઉકેડીયા (ઉ.વ.૨૩) નામના યુવાને રાતે અગીયારેક વાગ્‍યે એસિડ પી લેતાં સારવાર માટે વાંકાનેર અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે.

હરેશ ચાર બેહનનો એકનો એક નાનો ભાઇ છે અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરી છે. હરેરના પત્‍નિ ડીમ્‍પલબેન પતિ-પત્‍નિ વચ્‍ચે બોલાચાલી થતાં અઠવાડીયાથી રાજાવડલા ગામે માવતરે જતી રહી હોઇ ગઇકાલે હરેશ ભીમ અગીયારસ હોઇ તેણીને તેડવા ગયો હતો. પણ ત્‍યાં ફરીથી બોલાચાલી થતાં તેને માઠુ લાગી જતાં પરત પોતાની ઘરે આવ્‍યા બાદ રાતે એસિડ પી લીધું હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(2:13 PM IST)