તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
હરિઓમ વિદ્યાલયનું સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ
પ્રથમ ક્રમાંક બાહુકીયા હેમાંશીને ૯૯.૮૯ પી.આર. બે વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ

રાજકોટઃ આજે જાહેર થયેલા પરિણામમાં બાહુકીયા હેમાંશીને ૯૯.૮૯ પી.આર. મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેઓએ નામાના મૂળતત્વો અને અર્થશાસ્ત્રમાં ૧૦૦માં ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે. જયારે ગોસ્વામી રીયાએ ૯૮.૯૮ પી.આર. મેળવી દ્વિતીય તથા રોજાસરા દિપાલીએ ૯૮.૫૪ ટકા મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
આ બદલ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમ શાળાના આચાર્ય અને ટ્રસ્ટના પ્રમુખની યાદીમાં જણાવાયુ છે.
(3:55 PM IST)










