<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

સામુ જોવા મામલે હર્ષ, તેના માતા-બહેન પર પડોશીઓનો હુમલોઃ વાઇપર અને કમરપટ્ટાથી ફટકારી ખૂનની ધમકી

કોઠારીયાના રણુજા મંદિર પાછળ શીવધામ સોસાયટીમાં મારામારીનો બનાવ આજીડેમ પોલીસે બાવકાભાઇ કુવાડીયા, તેના દિકરા હિતેષ, પત્‍નિ અને પુત્રવધૂ સાથે મળી હુમલો કર્યાનો ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૨: શહેરના કોઠારીયા રણુજા મંદિર પાછળ શીવધામ સોસાયટીમાં  યુવાનના માતા-પુત્રી ઘર બહાર ડેલીએ બેઠા હોઇ ત્‍યારે આ વિસ્‍તારમાં રહેતો શખ્‍સ સામે જોતો જોતો નીકળતચાં તેને સામુ જોવાની ના પાડતાં બોલાચાલી બાદ આ શખ્‍સે બીજા લોકોને બોલાવી હુમલો કરી પોતુ કરવાના વાઇપરથી તેમજ કમર પટ્ટાથી માર મારી માથે જતાં ખૂનની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. હુમલામાં યુવાન તેમજ તેના માતા-બહેનને ઇજા થઇ હતી.

આ બનાવમાં આજીડેમ પોલીસે શીવધામ સોસાયટી-૨માં રહેતાં હર્ષ રાજેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી બાવકાભાઇ કુવાડીયા, હિતેષ કુવાડીયા, હિતેષના પત્‍નિ અને બાવકાભાઇના પત્‍નિ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હર્ષએ જણાવ્‍યું છે કે તે પરિવાર સાથે રહે છે અને આજીડેમ ચોકડીએ સોડાની લારી રાખી ધંધો કરે છે, તેના  પિતા કારખાનામાં કામ કરે છે. ૩૦મીએ સાંજે તે સોડાની દૂકાને હતો ત્‍યારે તેના માતા રૂપલબેનનો ફોન આવ્‍યો હતો અને તેમણે શેરીની પાછળ રહેતા બાવકાભાઈ કુવાડીયા તથા તેમના પરિવાર સાથે માથાકૂટ થઈ હોવાનું જણાવ્‍યું હતું. જેથી હર્ષ તુરંત ઘરે પહોંચ્‍યો હતો. ત્‍યાં તેમની માતાએ ખુલાસો કર્યો હતો કે પોતે અને દિકરી ઓટલા પર બેઠા હતા ત્‍યારે બાવકાભાઈ કુવાડીયા સામે જોઈ જોઈને નીકળતા હતા. દિકરીએ સામે જોઈને કેમ ચાલો છો? તેમ કહેતા જ બાવકાભાઈ એકદમ ઉશ્‍કેરાઈ ગયા હતા અને પોતાના પરિવારજનોને ફોન કરીને બોલાવ્‍યા હતા.

ત્‍યારબાદ બાાવકાભાઈ, તેમના પત્‍નિ, તેનો દિકરો હિતેષ, હિતેષના પત્‍નિ એમ ચારેય આવ્‍યા હતાં અને  ઝપાઝપી કરી ગાળો આપવા લાગ્‍યા હતા.  આ દરમિયાન બાવકાભાઇએ હર્ષનો શર્ટ પકડી ઢીકાપાટુનો માર મારી પોતુ કરવાના વાઇપરની સ્‍ટીક વડે હુમલો કર્યો હતો, જ્‍યાર હિતેષે કમરનો પટ્ટો કાઢીને માર માર્યો હતો. વચ્‍ચે છોડાવવા પડેલા હર્ષના માતા રૂપલબેનને પણ ધક્કો મારી નીચે પાડી દેવાયા હતા. આ ઉપરાંત આ બધાએ તમને જીવતા રહેવા દેવા નથીૅ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મારમારીમાં હર્ષને ડાબા પડખામાં, ડાબા ખંભામાં તથા હાથની આંગળીઓમાં ઈજાઓ પહોંચતાં સારવાર લેવી પડી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. આર. ડી. ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (

(2:27 PM IST)