<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

શ્રી બાલાજી હનુમાનજીદાદાના દર્શને સાંજે હર્ષ સંઘવી

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના પ્રચાર-રોડ શો વચ્‍ચે ભુપેન્‍દ્ર રોડ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે દર્શનનો કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા.૨૩,નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી આજે તા.૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે ભુપેન્‍દ્ર રોડ ઉપર આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે દર્શન કરવા આવનાર છે. શ્રી બાલાજી હનુમાનજી મહારાજના દર્શન અને પૂજન અર્ચન કરશે. સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્‍યારે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીનો શ્રી બાલાજી હનુમાનજી મહારાજના દર્શનનો કાર્યક્રમ યોજાનાર છે.

 ગઈકાલે ભુજમાં યોજાયેલા ભવ્‍ય રોડ શોમાં હર્ષ સંઘવીને લોકોનો જબરદસ્‍ત આવકાર મળ્‍યો હતો. શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંદિરે દર્શન બાદ તેઓ કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરે તેવી શકયતા છે. નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીના આગમનને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

(3:52 PM IST)