<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

સુપાર્શ્વનાથ દાદાના દર્શને હર્ષ સંઘવી

 

રાજકોટઃ ગઇકાલે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીનો શહેરની બજારોમાં રોડ-શો યોજાયો હતો. આ રોડ-શો દરમિયાન સોની બજાર સ્‍થિત ૧૯૯ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરે બીરાજમાન શ્રી સુપાર્શ્વનાથ દાદાના દર્શન કરી હર્ષ સંઘવીએ ધન્‍યતા અનુભવી હતી. ત્‍યારબાદ તેઓએ જૈન બીઝનેસ ઓર્ગેનાઇઝેશનના (જેબીઓ) યુવાનો કે, જેઓ દર ગુરૂવારે રાત્રે મોટી સંખ્‍યમાં દાદાના દર્શન કરવા આવે છે. તેમની સાથે મુલાકાત કરી માહિતી મેળવી હતી. ઉપરોકત તસવીરમાં દાદાના દર્શન કરતા હર્ષ સંઘવી, એડવોકેટ પંકજભાઇ કોઠારી, ગિરીશભાઇ મહેતા, એડવોકેટ હર્ષીલ શાહ (જેબીઓ)તથા વોર્ડ નં.૨ના ભાજપના યુવા ઉમેદવાર ધૈર્ય પારેખ હાજર રહયા હતા. આ તકે રાજકોટ જૈન તપગચ્‍છ સંઘના પ્રમુખ જીતુભાઇ ચા વાળાએ  હર્ષ સંઘવીનું સ્‍વાગત કરેલ તથા દાદાવાડી દેરાસરની ૨૦૦મી ધજામાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું.

(3:17 PM IST)