તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 30th May 2026
એચ.એ.વાય એસોસીએટ્સ એલએલપી દ્વારા રાજકોટમાં નવી ઓફિસનો કાલથી પ્રારંભ : વિવિધ સેવાઓ એક સ્થળે
વેપારીઓ અને ઉદ્યોગકારોને નાણાંકીય, કરવેરા અને કાનુની સેવાઓ માટે માર્ગદર્શન ઉપલબ્ધ થશે : ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, ટેકસેશન, બેંકીંગ, લીગલ, ટ્રસ્ટ અને લેબર લો ક્ષેત્રની સેવાઓ માટે સંકલિત વ્યવસ્થા

રાજકોટ, તા. ૩૦ : વેપારીઓ અને ઉદ્યોગકારોને એકાઉન્ટીંગ, ઓડિટ, ઇન્કમ ટેક્ષ, જી.એસ.ટી. બેન્કીગ, ફાઇનાન્સ, કાનૂની માર્ગદર્શન તેમજ અન્ય વ્યાવસાયિક સેવાઓ એકજ સ્થળે વધુ સુવ્યવસ્થિત અને સંકલિત રીતે ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુંબઇ સ્થિત એચ.એ.વાય. એન્ડ એસોસિએટસ એલએલપી દ્વારા રાજકોટ ખાતે નવી ઓફિસ કાર્યરત કરવામાં આવી રહી છે.
નવી ઓફિસના શુભારંભે કાલે તા. ૩૧ મે રવિવારના સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઓફિસ નં. ૩૧૩ અને ૩૧૪,લેવલ-૬ કોમ્પ્લેકસ, બિગ બજાર સર્કલ પાસે, ૧પ૦, ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે આ સેવાઓ શરૂ કરાશે.
આ પહેલની મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે એચ.એ.વાય. એન્ડ એસોસિએટસ એલએલપી સાથે રાજકોટની જાણીતી ચાર્ટર્ડ એકાઉન્ટસી પેઢીઓ સંજય પી. લાખાણી એન્ડ એસોસીએટસ તેમજ એમ.આર. તેલી સહિતની પેઢીઓ વ્યાવસાયિક સહયોગથી જોડાઇ છે.
વિવિધ ક્ષેત્રોમાં લાંબા સમયથી કાર્યરત આ પેઢીઓના સંયુકત અનુભવ, નિષ્ણાતી અને વ્યાવસાયિક સહયોગથી જોડાઇ છે. વિવિધ ક્ષેત્રોમાં લાંબા સમયથી કાર્યરત આ પેઢીઓના સંયુકત અનુભવ, નિષ્ણાતી અને વ્યાવસાયિક દ્રષ્ટિકોણના પરિણામે વેપારીઓ, ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ તથા વિવિધ સંસ્થાઓને વધુ વ્યાપક અને સંકલિત માર્ગદર્શન ઉપલબ્ધ બનશે.
આ વ્યવસ્થા હેઠળ એકાઉન્ટીંગ, ઓડિટ, ઇન્ક ટેકસ, જીએસટી, બેન્કીગ કન્સલ્ટિંગ, પ્રોજેકટ ફાઇનાન્સ, બિઝનેસ એડવાઇઝરી, ચેરીટેબલ ટ્રસ્ટ સંબંધિત માર્ગદર્શન, લેબર લો કન્સલ્ટિંગ તેમજ વિવિધ કાનુની બાબતો અંગે અનુભવી પ્રોફેશનલ્સની સેવાઓ અને માર્ગદર્શન એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર પહેલને આકાર આપવામાં સીએ હસમુખ જોબનપુત્રા, સી.એ. હસમુખ જોબનપુત્રા, સીએ અશોક શાહ, સીએ યોગેશ ઠાકર, સીએ સંજય લાખાણી, સીએ કેવલ શાહ, સીએ ધવલ કોટક, સીએ ભાવેશ રાયઠઠ્ઠા, સીએ કિશન નાનાણી તથા સીએ મેઘા તેલી સહિતના અનુભવી પ્રોફેશનલ્સની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
ફર્મની વ્યાવસાયિક ક્ષમતાને વધુ મજબુત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોના અનુભવી નિષ્ણાંતો અને પ્રોફેશનલ્સ પણ ટીમ સાથે જોડાયેલા છે. જેમાં લીગલ એડવાઇઝર તરીકે શ્રી એડવોકેટ મહિરાજસિંહ જાડેજા, ચેરીટેબલ ટ્રસ્ટ અને સંબંધિત કાયદાકીય બાબતોના નિષ્ણાંત શ્રી કનક વ્યાસ, લેબર લો ક્ષેત્રના નિષ્ણાંત શ્રી દુર્ગેશ ભટ્ટી, સીએ પ્રશાંત રાયચુરા, સીએ રવિ તેલી, સીએ ઘનશ્યામ શાહ, શ્રી વિવેક ભટ્ટ તેમજ નિવૃત ડેપ્યુટી ચેરીટી કમિશ્નર શ્રી બી.કે. વાજાનો સમાવેશ થાય છે.
વિવિધ ક્ષેત્રોમાં તેમના અનુભવ અને નિષ્ણાંતીના કારણે વેપારીઓ, ઉદ્યોગકારો, ટ્રસ્ટો તથા સંસ્થાઓને નાણાંકીય, કરવેરા, કાનૂની, અનુપાલન અને નિયમનકારી બાબતો અંગે વધુ વ્યાપક અને સંકલિત માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વ્યવસાયિક સેવાઓ વધુ સંકલિત, સુલભ અને સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસરૂપ આ પહેલ રાજકોટના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.
તસ્વીરમાં ‘અકીલા' ખાતે વિગતો વર્ણવતા સીએ સંજયભાઇ પી. લાખાણી, સીએ હસમુખ જોબનપૂત્રા, સીએ ભાવેશ રાયઠઠ્ઠા, સીએ કિશન નાનાણી, કનક વ્યાસ, દુર્ગેશ ભટ્ટી, સીએ ઘનશ્યામ શાહ, વિવેક ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:25 PM IST)










