તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
જે અજાણ્યાને પણ આગળ રાખે છે, એ સ્વયં આગળ આવ્યા વિના રહેતા નથીઃ નમ્રમુનિ
પારસધામ ઘાટકોપરમાં આત્મા આરાધ્ય ચાતુર્માસ પધારી રહેલાં રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના નગર પ્રવેશને ભાવિકોએ ભક્તિભાવથી વધાવ્યો

રાજકોટઃ પારસધામ ઘાટકોપરમાં આગામી ‘‘આત્મ આરાધ્ય ચાતુર્માસ'' અર્થે પધારી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ‘‘નગર પ્રવેશ''નો અવસર ભવ્યાતિભવ્ય સ્વાગત યાત્રા સાથે યોજાયો હતો.
આ અવસરે નળત્ય પ્ર ભક્તિપ્રકિર્તના, શંખનાદ, લહેરાતાં ધર્મ ધ્વજ અને હજારો ભાવિકોના મુખથી ગુંજતાં જયઘોષ સાથે શ્રી પરાગભાઈ શાહની ઓફિસ એમ. આય. સી. એલ ઓફિસથી પ્રારંભ થયેલી ભવ્યાતિભવ્ય સ્વાગત યાત્રામાં મેયર શ્રી રિતુજી તાવડે, શ્રીમતી રાખીબેન જાદવ, નગરસેવક શ્રી ધર્મેશભાઈ ગિરી આદિ જોડાયા હતા. સ્વાગત યાત્રામાં અર્હમ યુવા સેવા ગ્રુપ તરફથી જરૂરિયાતમંદ ભાવિકોને સિલાઈ મશીન, વષાો, સ્ટેશનરી કીટ અને અર્ટિગા કારની અર્પણતા કરવામાં આવી હતી. સ્વાગત યાત્રા વાજતે-ગાજતે ઘાટકોપર પધારતા ઘાટકોપર સ્થિત ભાનુશાલી બેન્કવેટ ખાતે ‘‘આમંત્રણ આલેખન અવસર''યોજાયો હતો.
આ અવસરે ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજ્ય શ્રી પંથક મુનિ મહારાજ સાહેબ, ગોંડલ સંપ્રદાયના વિરલપ્રજ્ઞા પૂ. શ્રી વિરમતીબાઈ મ. આદિ ઠાણા, પૂ. કિરણબઈ મ., પરમ સૌમ્યાજી મ. આદિ ઠાણા, પૂ. સુતિર્થિકાજી મ.; જશ પરિવારના પૂ. હસ્મિતાબાઈ મ., પૂ. રૂપલબાઈ મ. આદિ ઠાણા; બોટાદ સંપ્રદાયના સાધ્વીરત્ના પૂ. રાજુલાબાઈ મ., પૂ.વંદનાબાઈ મ. આદી ઠાણા; લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. નિજ્ઞાબાઈ મ.; અજરામર સંપ્રદાયના પૂ. ઝંખનાબાઈ મ., પૂ. તારીણીબાઈ મ., પૂ. નિયતિબાઈ મ. તથા આઠ કોટિ મોટી પક્ષના મહાસતીજી આદિ ૭૫થી વધુ સંયમી આત્માઓની પાવન ઉપસ્થિતિમાં અંતરીક્ષમાં બિરાજમાન પરમ ઉપકારી આરાધ્ય ગુરુ ભગવંતો તેમજ ઉપકારી આત્માઓને કેસર છાંટણે ભાવથી ચાતુર્માસ નું આમંત્રણ આપવામાં આવતાં સર્વત્ર હર્ષ આનંદ પ્રસરાવીને આ અવસર સહુ માટે યાદગાર બનીને ચાતુર્માસના શુકનવંતા પડઘમ વગાડી ગયો હતો.

(3:33 PM IST)










