<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

જંગલેશ્વરમાં ૧૩૦૦ થી વધુ મકાનો હટાવવા મામલે ફરી હાઇકોર્ટમાં સુનાવણી શરૂ : મંગળવારે વધુ ઍક મુદત

કુલ ૧૩પ૮ મકાન ધારકોને કલેકટરે નોટીસ ફટકારી છેઃ આ કેસ અંગે ભારે ઉત્તેજના

રાજકોટ, તા. ૧ : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે કાનૂની જંગ વધુ તેજ બન્યો છે. મહેસૂલ પંચ દ્વારા ૭૨૦ સ્થાનિકોની અપીલ ફગાવી દેવામાં આવ્યા બાદ, ૭ દિવસમાં જમીન ખાલી કરવાના તંત્રના આદેશ સામે જંગલેશ્વરના રહેવાસીઓઍ ફરી ઍકવાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.  ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતીઅરજદારોના વકીલ દ્વારા આજે હાઈકોર્ટમાં મહેસૂલ પંચના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. આજે અરજદારોના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે  વહેલી તકે ચુનાવણી હાથ કરવા અંગે દલીલ કરી હતી. આગામી મંગળવારના રોજ હાઇકોર્ટ દ્વારા વધુ સનાવણી હાથ ધરવામાં આવશે.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ  ૧૩૫૮ જેટલા મિલકતધારકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની તપાસમાં આ બાંધકામ બિનઅધિકૃત જણાતા લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ અન્વયે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ રહેવાસીઓ દ્વારા હાઈકોર્ટથી લઈને મહેસૂલ પંચ સુધીની કાનૂની લડત
તંત્રની નોટિસ બાદ દબાણકારોઍ સિવિલ ઍપ્લિકેશન નં. ૧૩૧૫/૨૦૨૬ દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગત ૨ ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે આ મામલે ૩ માસનો સ્ટે આપી અરજદારોને મહેસૂલ પંચ (ટ્રિબ્યુનલ કોર્ટ) સમક્ષ જવા અને પંચને ૯૦ દિવસમાં યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો હતો. ત્યારબાદ ૭૨૦ લોકોઍ ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને શહેર પૂર્વ વિસ્તારના મામલતદાર સામે મહેસૂલ પંચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જોકે, ૨૫ માર્ચના રોજ ગુજરાત મહેસૂલ પંચે સ્થાનિકોની આ અપીલ રદ કરતો  ચુકાદો આપ્યો છે. જેને જંગલેશ્વરના રહેવાઓ ઍ હાઇકોર્ટમાં દરવાજો ખખડાવ્યો હતો. અને હાઇકોર્ટ દ્વારા આજે શુક્રવારના રોજ સુનાવણી બોર્ડ ઉપર લીધો હતો અને આગામી સુનાવણી મંગળવારના રોજ હાથ કરવામાં આવશે. 

(3:27 PM IST)