તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
પરાબજાર થી દાણાપીઠ - જયુબેલી ચોક - ઢેબર રોડ પર રેકડીઓનું ભારે દબાણઃ ઇમરજન્સી વાહનો પણ ન પહોંચી શકે તેવી સ્થિતી
રાજકોટના જુના વિસ્તારના નાગરિકો -વેપારીઓ ત્રાહિમામઃ રજૂઆત : નવા રાજકોટના પુષ્કરધામ મંદિર વિસ્તારમાં પણ લારીવાળાઓનો ખડકલો : રોષ

રાજકોટ, તા.૧૭: જુના રાજકોટમાં આવેલ પરાબજાર દાણાપીઠ થી જયુબેલી ચોક તેમજ ચોકમાં આવેલ નાગરિક બેંકની બહાર રોડ પર તેમજ ઢેબર રોડ વનવે રોડ પર ચારેબાજુ ફુટ ની રેંકડી ઓ ના ભારે દબાણ ને કારણે રોજ ભારે ટ્રાફિક જામ તેમજ અનેક વાર એક્સિડન્ટનો ભોગ બને છે તેમજ લાખો કરોડો રૂપિયાની દુકાનો ધરાવતા માલિકો રેંકડી ધારકોના દબાણના લીધે પોતાની દુકાનો હોવા છતાં પણ ધંધો નથી કરી શકતા તેમજ અનેક નોકરિયાત માણસો જે રોજબરોજ આવા તડકા માં ભયંકર ટ્રાફિકના કારણે ભારે હેરાન થાય છે. ટ્રાફિક હોવાથી અનેકવાર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પણ નિકળવામાં મુશ્કેલી પડે છે તેમજ આજુબાજુમાં પડતી શેરી ઓના રહીશો પણ આ ન્યુસન્સથી, ભારે ત્રાસી ગયા હોવાનું જાગૃત નાગરિકો તથા વેપારીઓએ પત્ર લખી મ્યુ. કમિશનરને દબાણ હટાવવા માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ અગાઉ અનેકવાર દબાણ હટાવ શાખાના અધિકારીઓ પર પણ દબાણકારોએ હુમલા કર્યાના દાખલા છે અને તે બાબતે કેસ પણ થયેલા છે. ચોકથી અંદર પરબજારમાં રેકડીઓ ઘણી વખત ગાડી આવે ત્યારે રેંકડીઓવારા પેલાથી જ શેરી ગલીઓમાં ભાગી જાય છે જેની શું અગાઉ થી જ ખબર -પડી જાય છે કે શું? અને શેરીઓમાં ભાગી જાય છે.
ચોકમાં જ આવેલી બેંક ઓફ ઇન્ડિયાની અંદર જેના લારી વારા અંદરના ભાગમાં પણ ફૂટવારાનો સામાન પણ પડ્યો હોય છે.
તેમજ ચોકમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયા, નાગરિક બેંક કે જેમાં રોજ લાખો લોકો અવરજવર કરતા હોય છે તો બેંકની બહાર અનેક રેકડી તેમજ પાથરણા વારા ના દબાણ ના લીધે સ્કૂટર પણ પાર્ક નથી થતું અનેક બેંકના કામે આવેલી લેડીસો ત્રાહીમામ પોકારી ઊઠે છે.
બેંકના અનેક કસ્ટમર કે જે રોજ લાખો રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા આવનાર, અનેક કસ્ટમર સાથે અગાઉ ટ્રાફિક તેમજ દબાણ ના લીધે મોબાઇલ તેમજ રોકડ ચોરીના બનાવો પણ બન્યા છે તેમજ ત્યાં અનેકવાર બેંક માં આવતા કસ્ટમર કે જે લાખો રૂપિયા ની લેવડ દેવડ કરવા આવેલા અનેક કસ્ટમર સાથે સ્કૂટર પાર્ક કરવા બાબતે પણ રેકડી ધારકો જગડો કરે છે તેમજ બધા રેકડી વાળા એક જૂથ થય જાય છે અને સામાન્ય માણસ ને દબાવે છે અને માર માર્યા ના પણ દાખલા છે.
આ દબાણોના કારણે તેમજ ત્યાં ગરેડિયા કૂવા રોડ, ધર્મેન્દ્ર રોડ, મોચી બજાર બાજુનો રસ્તો કે જ્યાં અનેક રહેઠાણ આવેલા છે તો ઇમરજન્સી માં એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ ટાઇમસર ન આવી શકે અને કોઈ મોટો બનાવ બનવાની શકયતા છે.
પુષ્કરધામ વિસ્તારના રહેવાસીઓ દબાણથી ત્રાહિમામ
રાજકોટઃ શહેરના પુષ્કરધામ મંદિરની બાજુની શેરી વિમલનગરમાં રેકડીઓનો ભારે ત્રાસ હોવાનું એક જાગૃત નાગરિકે મ્યુ.કમિશનર તથા પોલીસ કમિશનરને પત્ર લખી ત્રાસ દુર કરાવવા રજુઆત કરી છે.
વિમલનગર મેઇન રોડ ઉપર શરૂઆતમાં જ આલાપ સેન્ચયુરીની બાજુમાં તદ્દન રોડ ઉપર વાહન ઉભું રાખી ટ્રાફીક જામ કરે છે. પુષ્કરધામ થી વિમલનગર રોડ સાંકળા રોડ ઉપર શા માટે રાખવા દે છે ને કંઇ કહેતા નથી. ફ્રુટની લારીવાળો, ફુટપાથ ઉપર રહયા પછી રોડ ઉપર લારી ઉભી રાખી પછી ફ્રુટની લારી રાખે છે. જેથી અર્ધા રોડે પહોંચે છે.
ઉપરાંત શાકભાઇ પાથરણાવાળા પણ રોડ ઉપર અડીંગો જમાવે છે. તો આવુ ન્યુસન્સ ન થવા દેવુ જોઇએ.
(2:45 PM IST)










