News of Wednesday, 17th June 2026
વાવડી વિસ્તારમાં વરસાદી પાણીની ભરપુર સમસ્યાઃ પુલ બનાવવા માંગ
વોર્ડ નં.૧૨ના ગોૈતમબુધ્ધનગર, જયભારત, ન્યુ જયભારત સહિતના વિસ્તારવાસીઓની મ્યુ. કમિશનરને પત્ર લખી માંગ

રાજકોટ,તા.૧૭: રાજકોટ શહેરના વાવડી ગામ વોર્ડ નં.૧૨ના વિસ્તારો ગોૈતમ બુધ્ધનગર, જયભારત, સોૈ. ન્યુ જયભારત સોૈ તથા વિશ્વકર્મા સોસાયટીમાં ચોમાસા દરમ્યાન પાણીનો કોઇ નિકાલ કરવામાં આવેલ નથી. જેથી આ વિસ્તાર હાલ ગોૈતમબુધ્ધનગરમાં પાણીનો ભરાવો થાય છે. ઘરોમાં વરસાદના પાણી પ્રવેશ કરતા હોવાનું લતાવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને આવેદન પાઠવી જણાવ્યું હતું.
તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝોનના પાણીનો નિકાલ આ વિસ્તારોમાં પ્રવેશ કરે છે. જયા નિકાલ છે ત્યાં માત્ર એકજ ભુંગરૂ મુંકવામાં આવેલ છે છતા તંત્ર મોૈન છે. જેથી ચોમાસુ આવી રહયું છે. કાળભૈરવની સામે તાત્કાલીક કોલંબબિમ ઉપર પુલ બનાવવો જોઇએ જેથી ચોમાસાના પાણીનો નિકાલ સહેલાઇથી થઇ શકે.
ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝોન જે રોડ બનાવવામાં આવેલ છે તમામે તમામ રોડનું પાણી વિસ્તારોમાં નિકાલ કરવો જરૂરી હોવાનું અંતમાં જણાવાયું છે
(4:13 PM IST)










