તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Friday, 31st July 2026
રાજકોટમાં ભારે વરસાદની આગાહીઃ મનપા અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
તાકીદની બેઠક યોજી આવશ્યક પગલાંઓ અંગેની તૈયારીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા

રાજકોટ, તા.૩૧: હવામાન વિભાગ દ્વારા આગામી તા.૪ ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા તેમજ નાગરિકોને આવશ્યક સેવાઓ સમયસર અને સુચારૂ રીતે ઉપલબ્ધ કરાવવા અગમચેતીના પગલાંના ભાગરૂપે મહાનગર પાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ/કર્મચારીઓની આગામી તા.૪ ઓગષ્ટ (મંગળવાર) સુધીની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ નિર્ણય કર્યો છે.
દરમ્યાન ભારે વરસાદની આગાહીને પગલે મ્યુનિ. કમિશનરએ આજે અધિકારીઓની તાકીદની એક બેઠક યોજી વરસાદ પૂર્વે, વરસાદ દરમ્યાન અને વરસાદ પછીની પરિસ્થિતિમાં હાથ ધરવાના થતાં પગલાંઓ અંગે કરવામાં આવેલી તૈયારીઓની સમિક્ષા કરી હતી, અને જે તે સંબંધિતશાખાઓને જરૂરી સૂચના પણ આપી હતી.
આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ/કર્મચારીઓએ હેડક્વાર્ટર ખાતે ફરજ માટે ઉપલબ્ધ રહેવાનું રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓએ સતત ફિલ્ડમાં હાજર રહી, ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને બચાવ સહિતની સુપ્રત કરવામાં આવેલી કામગીરી સતર્કતા, જવાબદારી અને અસરકારક રીતે નિભાવવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમ ખાતે ૨૪થ૭ ધોરણે સિનિયર અધિકારીની હાજરી સુનિヘતિ કરવાની રહેશે. તમામ નાયબ કમિશનરઓ તથા સિટી એન્જિનિયરએ પોતાના તાબા હેઠળના ઝોન વિસ્તારમાં વરસાદી પરિસ્થિતિનું સતત સુપરવિઝન તથા મોનિટરિંગ કરવાનું રહેશે. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોની નિયમિત સ્થળ મુલાકાત લઈ જરૂરી રાહત અને તાકીદની કામગીરી સમયસર હાથ ધરવાની રહેશે.
ઝોન કક્ષાએ વરસાદી પરિસ્થિતિને અનુસંધાને કરવામાં આવેલી કામગીરી અંગેનો અહેવાલ સમયાંતરે સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવાનો રહેશે.
મ્યુનિસિપલ કમિશનર વધુમાં જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમ્યાન તમામની રજા કેન્સલ કરવામાં આવશે તેમજ તમામ અધિકારીઓ/કર્મચારીઓના ફોન ઓન રાખવાના રહેશે. જે - જે વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તે તમામ પોઈન્ટ ઉપર તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરી ટ્રાફિક નિવારણ કરવાનું રહેશે.
(3:11 PM IST)










