<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રાજકોટ નજીક બેડી ચોકડીથી માર્કેટયાર્ડ સુધી ભારે ટ્રાફિક જામઃ વાહનચાલકો અટવાયા

પીક અવર્સમાં લાંબી કતારો લાગતા વાહનચાલકો, નોકરિયાત વર્ગ, સ્‍કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૧: રાજકોટ શહેરમાં આજે સવારથી બેડી ચોકડીથી લઈને માર્કેટયાર્ડ સુધીના મુખ્‍ય માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ભારે ટ્રાફિકના કારણે વાહનચાલકો, ખાસ કરીને નોકરિયાત વર્ગ અને સ્‍કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્‍થિતિ થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.

(11:59 AM IST)