તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
રેલ્વે અને પોસ્ટ વિભાગના ૪ મનસ્વી નિર્ણયો હાઇકોર્ટ અને CAT માં રદ : કાનૂની લડતની ઐતિહાસિક જીત
એડવોકેટ કાજલ કલવાણી/ગોગિયા અને આનંદ ગોગીયાની ધારદાર દલીલો દ્વારા : છુટાછેડા મળેલ દીકરીને રેલ્વેમાં નોકરી કરતા કર્મચારી તથા તેમના પત્નીના ગુજરી ગયા બાદ ફેમીલી પેન્શન મળવાપાત્ર બને છે તેમ ઠરાવતી સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ : નિવૃત થયેલ રેલ્વે કર્મચારીનું પેન્શન ઘટાડવાનો હુકમ રદ કરતી સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ : સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને ગુજરાત હાઇકોર્ટના સીમાચિન્હરૂપ ચુકાદાઓ : સરકારી તંત્રના ગેરકાયદેસર વહીવટી હુકમો રદ : પોસ્ટલ સોર્ટીંગ આસીસ્ટન્ટ તરીકે પસંદ પામેલ ઉમેદવારનું નામ, તેને હાયર સેકન્ડરી પરીક્ષામાં કમ્પલસરી અંગ્રેજી વિષય રાખેલ ન હોય, તેમનું નામ સિલેકટ લીસ્ટમાંથી કાઢી નાખી તેમને નિમણૂંક ન આપવાનો નિર્ણય રદ કરતી સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ : વેસ્ટર્ન રેલ્વેના રાજકોટ ડિવીઝને જુનીયર એન્જીનીયર (મિકેનીકલ સી એન્ડ ડબલ્યુ)ની પોસ્ટનું સિલેકશન રદ કરતો રેલ્વેનો નિર્ણય ગેરકાયદેસર ઠરાવતી સેન્ટ્રલ એડમીનીટ્રેટીવ ટ્રીબ્યુનલ

રાજકોટ : સરકારી અને વહીવટી તંત્રો દ્વારા ઘણીવાર નિયમોના ખોટા અર્થઘટન અથવા તો મનસ્વી નિર્ણયો લેવામાં આવતા હોય છે, જેના કારણે પ્રામાણિક કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ, ભારતની ન્યાયિક વ્યવસ્થામાં કાયદાનું શાસન સવર્વોપરી છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન, ભાવનગર ડિવિઝન તથા પોસ્ટલ વિભાગના કર્મચારીઓ અને ઉમેદવારોના હિતમાં અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદાઓ આપવામાં આવ્યા છે.
આ તમામ કાનૂની પ્રકરણોમાં રેલ્વે તંત્ર અને પોસ્ટલ વિભાગ દ્વારા લેવામાં આવેલા જુદા-જુદા ગેરવ્યાજબી નિર્ણયોને પડકારવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક કેસોમાં અરજદારોને ન્યાય અપાવવા માટે તેમના વતી હાઈકોર્ટના ખ્યાતનામ એડવોકેટ શ્રીમતી કાજલ કલવાણી/ગોગીયા તથા શ્રી આનંદ ગોગીયા વકીલ તરીકે રોકાયેલ હતા, જેમની સચોટ કાનૂની રજૂઆતો અને અથાગ મહેનતના પરિણામે કર્મચારીઓના પક્ષમાં ન્યાયી અને કાયદેસરના હક્કોનું રક્ષણ કરતા નિર્ણયો આવ્યા છે.
પ્રથમ કેસ રાજકોટ ડિવિઝનમાં કેરેજ ખાતામાં જુનિયર એન્જિનિયર (મિકેનિકલ સી એન્ડ ડબલ્યુ) ની ખાલી પડેલી જગ્યાઓના સિલેક્શન પ્રક્રિયાને લગતો છે. આ જગ્યાઓ ભરવા માટે ડિવિઝનમાં નીચેની પાયરીમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવીને સિલેક્શન થયા પછી ઉતીર્ણ થયેલ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ, તે યાદી કાયદેસર બનાવવામાં આવેલ નથી તેવા કારણો આપીને અસંતુષ્ટ ઉમેદવારોએ પિટિશન દાખલ કરી હતી. આ અસંતુષ્ટ ઉમેદવારોનું મુખ્ય કહેવું હતું કે ફાલ્ગુનીબેન ડી. પરમાર અને ધર્મિષ્ઠાબેન જી. પાએજાને ખોટી રીતે પસંદગી યાદીમાં લેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ ખરેખર તે ઉમેદવારોને સ્થાન મળવા પાત્ર હતું. આヘર્યજનક રીતે, રેલ્વે સંસ્થાએ આ વાત સ્વીકારી અને પોતાની ભૂલ થયેલ છે તેવું કારણ આપી, કોઈપણ પ્રકારની યોગ્ય તપાસ કર્યા વિના આખી પસંદગી યાદી રદ કરી દીધી હતી.
રેલ્વેના આ અતાર્કિક અને મનસ્વી નિર્ણય સામે પસંદગી પામેલા બંને ઉમેદવારો, ફાલ્ગુનીબેન પરમાર અને ધર્મિષ્ઠાબેન પાએજાએ અમદાવાદ ખાતે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટિબ્યુનલમાં પિટિશન દાખલ કરી હતી. તેઓએ સચોટ રજૂઆત કરી કે જેમાં તેઓની કોઈ ભૂલ થયેલ નથી, પણ રેલ્વેએ કોઈપણ અગમ્ય કારણસર પસંદગી યાદી રદ કરેલ છે. જેથી તેઓની સર્વિસ કરિયર ઉપર લાંબા સમય સુધી અને કાયમી રીતે આડી અસર પડવાની છે. સેન્ટલ એડમિનિસ્ટેટિવ ટિબ્યુનલે રેલ્વેનો લેખિત જવાબ માંગેલ અને રેલ્વે તથા અરજદારો તરફથી રજૂ થયેલ જવાબ, પુરાવા અને નિયમો અંગે બધા પક્ષકારના વકીલોને સાંભળ્યા હતા.
આ કેસમાં અરજદારો વતી એડવોકેટ કાજલ કલવાણી/ગોગીયા અને આનંદ ગોગીયાએ અત્યંત ધારદાર અને તર્કબદ્ધ દલીલો કરેલ. અંતે, ન્યાયાલયે પસંદગી યાદી રદ કરવાનો રેલ્વેનો હુકમ સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠરાવેલ છે અને બંને અરજદારોને તાત્કાલિક પસંદગી પામેલ યાદીના ક્રમ મુજબ પ્રમોશન આપવા અને મૂળ તારીખથી સિનિયોરિટી આપવા ટિબ્યુનલ દ્વારા હુકમ કરેલ છે. આ ચુકાદાએ રેલ્વેની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને કર્મચારીઓના અધિકારોનું રક્ષણ સુનિヘતિ કર્યું છે.
બીજો અત્યંત મહત્વપૂર્ણ કેસ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં ઇલેકિટ્રક ખાતામાં કામ કરતા શ્રી જગદીશ ઝાલાનું નિવળત થયા બાદ રેલ્વેએ પેન્શન ઘટાડેલ તે બાબતનો છે. અરજદારે સેન્ટલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અમદાવાદમાં પિટિશન દાખલ કરી જણાવેલ કે રેલ્વે તરફથી પેન્શન પેમેન્ટ ઓડરમાં ક્વોલિફાઈગ સર્વિસ ઓછી બતાવવામાં આવેલ છે, જેથી તેમનું પેન્શન ઓછું આંકવામાં આવેલ છે. રેલ્વેનો બચાવ એવો હતો કે સવાલ-વાળો પીરિયડ અરજદારનો વગર પગારની રજા (Leave Without Pay) નો પિરિયડ છે, જેથી તે પીરિયડ ક્વોલિફાઇંગ સર્વિસમાં ગણી શકાય નહીં.
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે બંને પક્ષકારના વકીલોને સાંભળીને અને નિયમનું ઝીણવટભર્યું અર્થઘટન કરી સ્પષ્ટ નિર્ણય આપ્યો કે વગર પગારની રજાનો સમય ક્વોલિફાઇંગ સર્વિસ તરીકે ગણવાનો રહેશે અને તેમ ન કરી રેલ્વેએ કાયદેસરની ભૂલ કરેલ છે. ટ્રિબ્યુનલે રેલ્વેને હુકમ કરેલ કે અરજદાર શ્રી જગદીશભાઈ ઝાલાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે. આ નિર્ણયને અમાન્ય રાખીને, ત્યારબાદ રેલ્વેએ નામદાર હાઈકોર્ટમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલનો આ નિર્ણય ચેલેન્જ કરતી રીટ પિટિશન દાખલ કરેલ. જેમાં બંને પક્ષકારોને સાંભળ્યા બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે અરજદાર સ્વ.શ્રી જગદીશભાઈ ઝાલાના વકીલની દલીલો માન્ય રાખીને રેલ્વેની પિટિશન રદ કરેલ છે. આ કેસમાં અરજદાર સ્વ. શ્રી જગદીશભાઈ ઝાલા વતી એડવોકેટ કાજલ કલવાણી/ગોગીયા અને આનંદ ગોગીયાએ રજૂઆતો અને દલીલો કરેલ. અંતિમ ચુકાદામાં હાઈકોર્ટે સ્પષ્ટ ઠરાવેલ છે કે નિયમો પ્રમાણે, વગર પગારની રજાનો પીરિયડ ટોટલ ક્વોલિફાઇંગ સર્વિસમાંથી બાદ કરી શકાય નહીં.
ત્રીજા કેસની વિગતો એવી છે કે શ્રી ચિરાગ ભટ્ટ નામના વિદ્યાથી એ ૧૦+૨ અંગ્રેજી વિષય સાથે પરીક્ષા પાસ કરેલ અને પોસ્ટલ સોટીંગ આસિસ્ટન્ટની જગ્યા માટે જાહેરાત આવતા અરજી કરેલ. પોસ્ટલ ખાતા તરફથી તે અંગે તમામ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવેલ અને તે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ઉમેદવારોનું નામ પસંદગી યાદીમાં ઉમેરવામાં આવેલ. પરંતુ, પાછળથી પોસ્ટલ ખાતા તરફથી શ્રી ચિરાગ ભટ્ટને જણાવવામાં આવેલ કે તેઓએ હાયર સેકન્ડરી ૧૦+૨ ની પરીક્ષા કમ્પલસરી અંગ્રેજી વિષય સિવાય આપેલ હોય, તેઓ પોસ્ટલ સિલેક્શન નિયમો નીચે યોગ્ય ન ગણી શકાય અને તેમનું નામ પસંદગી યાદીમાંથી કાઢી નાખવામાં આવેલ. એક તે અપંગતા અને બીજી તરફ નોકરી મળ્યા બાદ હાથમાંથી છીનવાઈ જવાની પીડા, આ બાબતે ઉમેદવારને ભારે નિરાશામાં ધકેલી દીધા હતા.
આ બાબતથી નારાજ થઈ, ઉમેદવાર શ્રી ચિરાગ ભટ્ટે સેન્ટલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલમાં પીટીશન દાખલ કરી અને માંગણી કરેલ કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો આ નિર્ણય ખોટા અર્થઘટન પર આધારિત છે અને તેઓનું સિલેશન કાયદેસર રીતે થયેલ છે. સેન્ટલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલએ અરજદારની ફેવરમાં ચુકાદો આપેલ અને ઠરાવેલ કે શ્રી ચિરાગ ભટ્ટનું પસંદગી યાદીમાંથી નામ કાઢી નાખવાનો નિર્ણય ગેરકાયદેસર છે. પોસ્ટલ ડીપાર્ટમેન્ટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ નિર્ણય ચેલેન્જ કરતી પીટીશન કરેલ. નામદાર હાઈકોર્ટે અરજદાર શ્રી ચિરાગ ભટ્ટના વકીલની દલીલો માન્ય રાખેલ અને પોસ્ટલ ખાતાની પીટીશન રદ કરેલ. જેથી હવે શ્રી ચિરાગ ભટ્ટ પોસ્ટલ આસીસ્ટન્ટ ની જગ્યા ઉપર નિમણૂંક મેળવવા કાયદેસર હક્કદાર બની ગયેલ છે. તેમજ કમ્પલ્સરી અંગ્રેજી વિષય સિવાય, ૧૦+૨ હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરી પોસ્ટલ સોટીંગ આસિસ્ટન્ટ તરીકેની નિમણુંક આપવાના નિયમોનું અર્થઘટન નક્કી થયેલ છે. ખાસ બાબત એ હતી કે અરજદાર શ્રી ચિરાગ ભટ્ટ અપંગ છે અને આ ચુકાદાથી તેમની જીંદગી સુધરી ગઈ. આ કામમાં અરજદાર વતી એડવોકેટ કાજલ કલવાણી/ગોગીયા તથા એડવોકેટ શ્રી આનંદ ગોગીયા વકીલ તરીકે રોકાયેલ હતા.
આવી જ રીતે અન્ય એક અત્યંત સંવેદનશીલ અને મહત્વના કિસ્સામાં, વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર ડીવીઝનમાં કામ કરતા કર્મચારી શ્રી ગણપતભાઈ કંઝીયા ની છુટાછેડા મળેલ દીકરી રંજનબેન કંઝીયાએ રેલ્વેના અન્યાય સામે લડત આપી હતી. રંજનબેન ના માતા-પિતા બંને ગુજરી ગયેલ છે અને તેમની માતાની હયાતી દરમ્યાન તેઓના છુટાછેડા થયેલ છે. રેલ્વેના સ્પષ્ટ નિયમો મુજબ છુટાછેડા લીધેલ દીકરી ફેમીલી પેન્શન મળવા માટે હક્કદાર હોય છે. તેમની માતાને મળતુ ફેમીલી પેન્શન તેમના અવસાન બાદ, છુટાછેડા મળેલ દીકરીને મળવુ જોઈએ, પરંતુ તે આપવા રેલ્વે ખોટા કારણોસર ઈન્કાર કરેલ છે. આ પીટીશન સામે રેલ્વે તરફથી વાંધા તકરારો લેવામાં આવેલ અને જણાવેલ કે રેલ્વેના નિયમોના અર્થઘટન અનુસાર અરજદારને ફેમીલી પેન્શન મળી શકે નહીં.
અરજદાર દીકરીએ સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ અમદાવાદમાં તેમના વકીલ કાજલ કલવાણી/ગોગીયા દ્વારા પીટીશન દાખલ કરી દાદ માંગેલ. રેલ્વેના વકીલ તથા અરજદારના વકીલોની રજુઆત અને દલીલો સાંભળ્યા બાદ ટ્રીબ્યુનલે અરજદારની તરફેણમાં ચુકાદો આપેલ છે. ટ્રીબ્યુનલે અરજદારની માતળશ્રીના અવસાનની તારીખ પછીથી છુટાછેડા મળેલ દીકરી - અરજદારને ફેમીલી પેન્શન વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે. આ કામમાં અરજદાર વતી એડવોકેટ આનંદ ગોગીયા તથા એડવોકેટ કાજલ કલવાણી/ગોગીયા વકીલ તરીકે રોકાયેલ હતા. આ નિર્ણય છૂટાછેડા લીધેલી અને નિરાધાર બનેલી દીકરીઓના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક સીમાચિન્હરૂપ દાખલો બેસાડે છે.
આમ, ઉપરોક્ત ચારેય ઐતિહાસિક ચુકાદાઓ સ્પષ્ટ કરે છે કે સરકારી તંત્રના મનસ્વી અને અન્યાયી નિર્ણયો સામે હંમેશા કાયદાની જ જીત થાય છે. આ કાનૂની લડતોના પરિણામે રેલ્વે અને પોસ્ટલ વિભાગના કર્મચારીઓ તથા નાગરિકોને એક મોટી અને કાયમી રાહત મળી છે. સેન્ટલ એડમીનીસ્ટેટીવ ટીબ્યુનલ અને નામદાર હાઈકોર્ટના આ ચારેય નિર્ણયો સાબિત કરે છે કે ન્યાયતંત્ર એ સામાન્ય નાગરિકો અને કર્મચારીઓના હક્કોની રક્ષા માટે એક મજબૂત ઢાલ સમાન છે. એડવોકેટ કાજલ કલવાણી/ગોગીયા અને શ્રી આનંદ ગોગીયાની સચોટ કાનૂની રજૂઆતો અને મહેનતથી મળેલા આ ઐતિહાસિક ચુકાદાઓ વહીવટી નિયમોના સાચા અર્થઘટન થકી ન્યાયી હક્કોનું રક્ષણ પ્રસ્થાપિત કરે છે. આ લડત દર્શાવે છે કે જે સાચા કાનૂની માર્ગદર્શન સાથે અવાજ ઉઠાવવામાં આવે, તો અન્યાય સામે ન્યાય ચોક્કસ મેળવી શકાય છે, જે ભવિષ્યમાં પણ અન્ય કર્મચારીઓ અને નાગરિકો માટે એક પ્રેરણાદાયક માર્ગદર્શક બની રહેશે.
આનંદ ગોગીયા એડવોકેટ
કાજલ કલવાણી/ગોગીયા એડવોકેટ
(11:27 AM IST)










