<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

નારકોટીકના ગુનામાં પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટઃ તા.૧૩, નારાકોટીકના કેસમાં આરોપીના જામીન   હાઇકોર્ટે મંજુર કર્યા હતા.આ કેસની વિગત એવી છે કે મહેસાણા સ્‍થિત ગોઠાડા ગામમાં રહેતા આરોપી મહેન્‍દ્રસિંહ ઉર્ફે પિન્‍ટુભા સોમસિહ ચૌહાણની સતલાસણા પોલીસ સ્‍ટેશન પાર્ટ-બીના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપક્કડ કરેલ તેમજ ઉપરોક્‍ત આરોપી પાસેથી અંદાજિત ૧૨.૫ કિલો (સાડા બાર કિલો) ગાંજો કબ્‍જે કરેલ પોલીસના જણાવ્‍યા મુજબ આરોપીએ ગાંજો પોતાની વાડીમાં વાવેલો હતો અને પોલીસે કબજે કરેલ હતો. પોલીસે  મુદ્દામાલ (ગાંજો) કબજે કરી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી આરોપીએ સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા  સેશન્‍સ કોટે જામીન અરજી નામંજૂર કરેલ.  આરોપીએ  ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી.

 ગુજરાત હાઇકોર્ટમાં આરોપી વતી  વકીલ શ્રી મીત ડી. કાકડિયા તથા વકીલ શ્રી ક્રિપાલસિંહ રઘુવીરસિંહ ગોહિલે  દ્વારા   દલીલ કરવામાં આવેલ તેમજ   ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્‍ટ રજૂ કરવામાં આવેલ. જે ગુજરાત હાઇકોર્ટે દ્વારા ગ્રાહ્ય રાખી ચાર્જશીટ ન હોવા છતાં  આરોપીના  જામીન મંજૂર કરવામાં આવેલ છે હતા. સદરહુ કામમાં આરોપી મહેન્‍દ્રસિંહ ઉર્ફે પિન્‍ટુભા સોમસિંહ ચૌહાણ વતી  વકીલ  મીતા ડી. કાકડિયા તથા વિદ્વાન વકીલ   ક્રિપાલસિંહ રઘુવીરસિંહ ગોહિલ  રોકાયેલા હતા

(2:47 PM IST)