<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ટીઆરપી અગ્નિકાંડ બાદ હાઈકોર્ટનો મોટો નિર્ણયઃ પાંચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી

ફાયર સ્‍ટેશન ઓફિસર સહિત ચાર ટાઉન પ્‍લાનિંગ અધિકારીઓ ડિસમિસઃ પૂર્વ ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયાના રોજના રૂા. ૩ હજાર માનદ વેતનના આદેશ પર પણ રોક

રાજકોટ, તા. ૧૦: રાજકોટમાં બે વર્ષ પહેલા બાળકો સહિત ૩૦થી વધુ વ્‍યક્‍તિઓનો ભોગ લેનાર ભયંકર ટીઆરપી અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલા સુઓ મોટો કેસમાં આજે સુનાવણીમાં મ્‍યુનિસિપલ કમિશનર સુમેરા વતી ટાઉન પ્‍લાનિંગ વિભાગના ચાર અધિકારી તેમજ ફાયર સ્‍ટેશન ઓફિસરને ડિસમિસ કરવામાં આવ્‍યો હોવા તેમજ ચીફ ટાઉન પ્‍લાનિંગ ઓફિસર સાગઠીયા નિવળત્તિ વય વટાવી ગયા હોય, તેનું રજાનું રોકડમાં રૂપાંતર રોકવા ઉપરાંત માત્ર પ્રોવિઝનલ પેન્‍શન પાત્ર હોવાનો હુકમ કર્યો હોવાનું હાઇકોર્ટ સમક્ષ જાહેર કરાયું હતું.

આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં ગઈ તારીખ ૨૫ મે ૨૦૨૪ના રોજ કાલાવડ રોડ નજીક મોકાજી સર્કલ ખાતે સર્જાયેલા અતિ ભયંકર ટીઆરપીએફ અગ્નિકાંડમાં બાળકો સહિત ૩૦ થી વધુ માનવીનો ભોગ લેવાયો હતો, આ ભયંકર દુર્ઘટનાના -ત્‍યાઘાતો રાજ્‍ય તેમજ દેશભરમાં પડ્‍યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં રાજકોટ મહાનગરપાલિકા સહિતના સંબંધિત તંત્રોની લાંચિયા વળત્તિ અને બેદરકારી કારણભૂત હોવાનું બહાર આવતા એક તબક્કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ ગંભીર ઘટના સંદર્ભે ખાસ સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સંબંધિત તંત્રોને આડેહાથ લઈ કડકમાં કડક પગલાં લેવા તાકીદ કરાતી હતી. તેમાં આજે યોજાયેલી સુનાવણીમાં હાઇકોર્ટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા વતી સરકારી વકીલ જી એચ વિર્ક દ્વારા મહાપાલિકા દ્વારા લેવાયેલા પગલાનો રિપોર્ટ રજૂ કરાયો હતો. જેમાં ટાઉન પ્‍લાનિંગ વિભાગના ઈજનેર ગૌતમ ડી જોષી,  આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનિંગ ઓફિસર મુકેશ આર મકવાણા, રાજેશ એન મકવાણા, આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર જયદીપ બી ચૌધરી અને ફાયર સ્‍ટેશન ઓફિસર રોહિત એ. વિગોરાને ડિસમિસ કરવામાં આવ્‍યો હોવાનું તેમજ જીપ ટાઉન પ્‍લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા નિવળત્તિ વય વટાવી ચૂકયા હોય તેને રજાનું રોકડમાં રૂપાંતરનું પેમેન્‍ટ અટકાવવા ઉપરાંત માત્ર -ોવિઝનલ પેન્‍શન ચૂકવવા હુકમ કરાયો હોવાનું જણાવ્‍યું હતું.

 આ ઉપરાંત ઉપરોક્‍ત  ડિસમિસ થયેલા ટાઉન પ્‍લાનિંગ અને ફાયર બ્રિગેડ અધિકારીઓને ભવિષ્‍યમાં સરકારી નોકરી માટે ગેરલાયક, સસ્‍પેન્‍શનના સમયગાળાને નોનડ્‍યુટી ગણવો, તેમજ અન્‍ય કોઈ નાણાકીય લાભ નહીં ચૂકવવાના પગલા લેવાયા હોવાનું આજે સવારે હાઇકોર્ટમાં જાહેર કરાયું હતું.

સરકારી વકીલ જી. એચ. વિર્ક, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમજ મળતકોના પરિવારજનો તરફથી એડવોકેટ એન. આર. જાડેજા, પદ્મિની પરમાર, ભાવેશ હજારે અને રમેશ જાદવ હાજર રહ્યા હતા.

 

(3:21 PM IST)