<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

નાઇજીરિયાના મંત્રીશ્રી સહિતના ઉચ્‍ચસ્‍તરીય પ્રતિનિધિ મંડળ રાજકોટની આંગણવાડીઓની મુલાકાતેઃ રમેશભાઇ ટીલાળાના સેવા કાર્યોની પ્રશંસા

રાજકોટઃ લોકપ્રિય અને પ્રજાહૃદયસમ્રાટ ધારાસભ્‍ય રમેશભાઈ ટિલાળાના જનસંપર્ક કાર્યાલય તેમજ તેમના વિસ્‍તારની આંગણવાડીની નાઈજીરિયા દેશના એક ઉચ્‍ચ સ્‍તરીય સરકારી પ્રતિનિધિ મંડળે સદભાવના મુલાકાત લેતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વૈશ્વિક સ્‍તરે વધ્‍યું છે.  આ મુલાકાતમાં નાઈજીરિયા દેશના માનવ બાબતો અને સામાજિક વિકાસ મંત્રી ઈમાન સુલેમાન ઈબ્રાહીમ, તીનુબુ સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્‍ટર જનરલ  અમીનુ સુલેમાન, અગ્રણી ઉદ્યોગપતિ મયુરભાઈ પટેલ, તેમજ પ્રતિનિધિ મંડળના સભ્‍યો હબીબુ લાબો, આઈશા સિરાજો ઈબ્રાહીમ અને રુકાયા મોહમ્‍મદ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. ધારાસભ્‍ય રમેશભાઈ ટિલાળા અને રાજકોટ મહાનગર પાલિકાના શિશુ કલ્‍યાણ અને અગ્નિશામક વિભાગના ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા તમામ વિદેશી મહેમાનોનું ભારતીય સંસ્‍કળતિ મુજબ ઉષ્‍માભર્યું અને લાગણીસભર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. નાઈજીરિયાના મંત્રીશ્રી અને ડેલીગેશને ધારાસભ્‍યશ્રીના જનસંપર્ક કાર્યાલયની મુલાકાત લઈ, સામાન્‍ય નાગરિકોના પ્રશ્‍નોના ઉકેલ માટેની ટેકનોલોજી અને લોકસેવાની સરળ પ્રણાલીને નજીકથી નિહાળી હતી. ત્‍યારબાદ, પ્રતિનિધિ મંડળે વિસ્‍તારની આંગણવાડીની મુલાકાત લીધી હતી. જ્‍યાં ગુજરાત સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ, સ્‍વાસ્‍થ્‍ય અને પોષણ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આંગણવાડીના બાળકોના માસૂમ ચહેરા અને સરકારની કલ્‍યાણકારી યોજનાઓ જોઈને નાઈજીરિયાના મંત્રીશ્રી સહિતના તમામ મહાનુભાવો અત્‍યંત પ્રભાવિત અને ભાવવિભોર થયા હતા. તેઓએ ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટિલાળાની સેવાકીય દ્રષ્ટિ અને ગરીબ-મધ્‍યમ વર્ગ માટેના કાર્યોને હૃદયપૂર્વક બિરદાવ્‍યા હતા અને જણાવ્‍યું હતું કે, લોકસેવા અને સામાજિક વિકાસનું આ મોડેલ ખરેખર અનુકરણીય છે

(2:35 PM IST)