તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
બામણબોરમાં ‘હિટ એન્ડ રન': ૩૦ વર્ષના રોહિત ડાભીનું મોત
વાડીએથી ઘરે જતો હતો ત્યારે રિક્ષાવાળો બાઇકને ઉલાળીને ભાગી ગયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: બામણબોરમાં હિટ એન્ડ રનના બનાવમાં એક યુવાનનું મોત થયું છે. વાડીએથી બાઇક હંકારીને ઘરે જતો હતો ત્યારે રિક્ષાવાળો ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ બામણબોરમાં રહેતો રોહિતભાઇ લલીતભાઇ મકવાણા (ઉ.વ.૩૦) નામનો યુવાન તા. ૫/૫ના બપોરે બાઇક હંકારી વાડીએથી ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં અજાણ્યો સીએનજી રિક્ષાનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં રોહિતભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. આજે તેનું મૃત્યુ થતાં પરિવામાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર રોહિતભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:24 PM IST)










