તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 6th May 2026
રાજકોટજીવરાજ પાર્ક પાસે ‘હિટ એન્ડ રન': આટો મારવા નીકળેલા ૭૫ વર્ષના ગોવિંદભાઇ આસોદરીયાનું મોત
અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: જીવરાજ પાર્ક નજીક હિટ એન્ડ રનના બનાવમાં એક વૃધ્ધનું મૃત્યુ થયું છે. જીવરાજ પાર્કમાં રહેતાં વૃધ્ધ ઘરેથી ચાલીને આટો મારવા નીકળ્યા ત્યારે અજાણ્યા કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્કમાં રહેતાં ગોવિંદભાઇ જીણાભાઇ આસોદરીયા (ઉ.વ.૭૫) નામના વૃધ્ધ રાતે ઘર નજીક ચાલીને જતાં હતાં ત્યારે અજાણ્યો કારચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં અને સગાને જાણ કરતાં ગોવિંદભાઇને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાતે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. ગોવિંદભાઇ નિવૃત જીવન જીવતાં હતાં. તેઓ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
(11:28 AM IST)










