<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

સરધારના હરિપર પાસે હિટ એન્‍ડ રનઃ કિશોરભાઇ સોલંકીનું મોત

હીરા ઘસવાની મજુરી કરી પગપાળા ઘરે જતાં હતાં ત્‍યારે બાઇકનો ચાલક ઉલાળી ભાગી ગયોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૨: સરધારના હરિપર ગામે રહેતાં કિશોરભાઇ વજુભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામના યુવાનનું હિટએન્‍ડ રનમાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાવણા મળ્‍યા મુજબ હરિપરના કિશોરભાઇ સોલંકી ગઇકાલે સાંજે સાડા સાતેક વાગ્‍યે હરિપર અને બાડપર વચ્‍ચે ચાલીને જતાં હતાં ત્‍યારે કોઇ અજાણ્‍યા બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતાં. તેમનું આજે મોત થતાં પરિવારમાંં શોક છવાઇ ગયો છે. કિશોરભાઇ હરીપર ગામે હીરા ઘસવાની મજુરી કરતાં હતાં. કામેથી ઘરે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તે ચાર ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:29 PM IST)