તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
હિટએન્ડ રનઃ લોૈકિક પ્રસંગેથી પરત જતા ડેરોઇના પ્રભાબેનનું અકસ્માતમાં મોત, પુત્રી અને ભાઇને ઇજા
જીયાણા ગામેથી ભાઇ નિતીનભાઇ અને પુત્રી મિતલ સાથે બાઇકમાં જઇ રહયા હતા ને ડમ્પર ચાલકે હડફેટે લેતા બને પગનો છુંદો થઇ ગયો

રાજકોટ, તા.૧૫:રાજકોટની ભાગોળે વધુ એક પ્રાણઘાતક અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડી નજીક પુલ પર પુરપાટ વેગે ઘસી આવેલા ડમ્પરના ચાલકે પાછળથી બાઇકને હડફેટે લેતા પુત્રી અને ભાઇની નજર સામે મહિલાનું મુત્યુ નિપજયુ હતું જયારે તેના ભાઇ અને પુત્રીને ઇજા થતા સારવાર માટે ડેરોઇ ગામની મહિલા પુત્રી સાથે જીયાણા ગામે મરણ પ્રસંગમાં આવી હતી પરત જતી વખતે અકસ્માત નડયો હતો.
કુવાડવા રોડ પોલીસે આ મામલે મૃતકના ભાઇ નિતીનભાઇ ઉર્ફે વશરામભાઇ વાલાભાઇ પરમાર (ઉવ. ૪૦ રહે જીયાણા ગામ)ની ફરીયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. કડિયાકામ કરતા નિતીનભાઇએ પોલીસને જણાવ્યું કે તે ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ છે. ગઇ તા.૧૩ના તેના ગામમાંથી પરીચીતનું અવસાન થયુ હોવાથી ડેરોઇ ગામે સાસરે રહેલા બહેન પ્રભાબેન મુકેશભાઇ ચાવડા (ઉ.વ.૩૫)તેની પુત્રી મિતલબેન (ઉ.વ.૧૫) સાથે આવ્યા હતા બાદમાં રાત તેના જ ઘરે રોકાઇ હતી ગઇકાલે તે તેના બહેન પ્રભાબેન અને ભાણેજ મિતલબેન બાઇકમાં બેસાડી પરત ડેરાઇ ગામે મુકવા જઇ રહયા હતા ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડી પાસે પુરપાટ વેગે ઘસી આવેલા ડમ્પરનો ચાલક તેને પાછળથી બાઇક સહિત હડફેટે લઇ ભાગી ગયો હતો.
આ અકસ્માતમાં તે ત્રણેય બાઇક સહિત નીચે પડી જતા તેને હાથ, પગ અને કપાળના ભાગે, ભાણેજ મિતલબેન પગમાં છોલ છાલ થઇ હતી. જયારે પ્રભાબેનના બેન પગ પર ડમ્પર ફરી વળતા બને પગ છુદાઇ જવાની સાથે હાથ અને માથાના ભોગ ગંભીર ઇજા થઇ હતી. જેથી ખસેડાયા હતા જયા પ્રભાબેનનું મૃત્યુ નિપજયું હતું. જયા તેની ભાણેજ મિતલબેનને દાખલ કરાઇ હતી. જયારે તેણે પ્રાથમિક સારવાર લીધી હતી. જયારે તેવો પ્રાથમિક સારવાર લીધી હતી. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે પતિ-ખેતીકામ કરતા હોવાનું જણાવવા મળ્યું છે. કુવાડવા રોડ પોલીસના હેડ કોન્સ આર.કે. ડાંગરે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
(2:35 PM IST)










