તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
કોંગ્રેસમાં ઘર વાપસી

કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં ગયેલ કાર્યકરો ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા માનભેર આવકારાયા હતા. તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષશ્રી ડો. હેમાંગ વસાવડા સાથે રાજકોટ શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડા સાથે પરામર્સ કરી આશિષસિંહ વાઢેરની આગેવાનીમાં ભાજપનો ખેસ ઉતારી ફરી લોકોના કામો માટે કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરી હતી. આ સમયે આશિષસિંહ વાઢેર, હિતેશ મહેતા, હિરેન બગા, નીતીન બગા, યશ બગા, ભવદિપ પટેલ, ઉમેશ મકવાણા, રાજુ માંડલીયા, ભાવેશ ખાચરીયા, જગદિશ ડોડીયા, ધમભા પરમાર, જીતુ સોલંકી, દિલીપસિંહ વાઢેર, તથા ૧૩૦ ભાજપમાં ગયેલ આગેવાનો ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રવેશને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો, એનએસયુઆઇ યુથ કોંગ્રેસ તમામ સેલના આગેવાનોએ માનભેર આવકારેલ તેમ ડો. હેમાંગ વસાવડા તથા આશિષસિંહ વાઢેરની યાદીમાં જણાવાયું છે.
(2:12 PM IST)










